જમ્મુ-કાશ્મીરના બાંદીપુરમાં BSF ના જવાનની હત્યા

બાંદીપોરમાં રજા પર ગયેલા બીએસએફના જવાન મોહમ્મદ રમઝાન પારેની લશ્કરના આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે. રમઝાન પારે બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે બારામુલ્લામાં તૈનાત હતા. તેણે 2011માં બીએસએફ જોઇન્ટ કરી હતી. આ દિવસોમાં રમઝાન રજા પર ઘરે આવ્યા હતા. એક અહેવાલ મુજબ લશ્કરના કેટલાક આતંકીઓ રમઝાન પારેના ઘરે પહોંચ્યાં હતા અને તેને બહાર આવવા જણાવ્યું હતું પરંતે તેના પરિવારજનોએ વિરોધ કરતા આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફ જવાન રમઝાનનું મૃત્યુ થયુ. જ્યારે પરિવારના અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. જાણકારી મુજબ રમઝાન 26 ઓગસ્ટથી 2017થી સતત 37 દિવસની રજા પર ઘરે હતા.

You might also like