જમ્મુના પંપોરમાં સેનાનાં કાફલા પર આતંકવાદી હૂમલો : 3 સૈનિક શહીદ

શ્રીનગર : શ્રીનગર જમ્મુ હાઇવે પર પંપોરમાં આતંકવાદીઓએ સેનાનાં કાફલા પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં ત્રણ સૈનિકો શહીદ થયાનાં સમાચાર છે. સમાચાર એજન્સી એએનઆઇનાં અનુસાર આતંકવાદીઓએ શનિવારે બપોરે હાઇવે પરથી પસાર થઇ રહેલા કાફલા પર ગોળીબાર કર્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પુલવામાં જિલ્લાનાં પંપોર કસ્બાનાં કદલાબાદા વિસ્તારમાં સેનાએ કાફલા પર ફાયરિંગ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર બાદ સુરક્ષા દળોએ કાદલાબાદ નજીક આવેલા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

You might also like