મણિપુરમાં ઉગ્રવાદીઓનો પોલીસ ટીમ પર હુમલોઃ બે જવાન શહીદ

મણિપુર: મણિપુરના તેન્ગનોપાલ લોકચાઓ વિસ્તારમાં પોલીસ ટીમ પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં બે પોલીસ કર્મચારી શહીદ થયા છે, જ્યારે અન્ય છને ઈજા થઈ છે, જોકે હજુ પણ બે જગ્યાએ ઉગ્રવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ ચાલુ રહી છે.  આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર મણિપુરના તેન્ગનોપાલના લોકચાઓ વિસ્તારમાં પોલીસ ટીમ પર ઉગ્રવાદીઓએ અેકાઅેક હુમલો કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં બે પોલીસ કર્મચારીનાં મોત થયા હતાં જ્યારે અન્ય છને ઈજા થઈ હતી, જેમાં ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાવાઈ રહી છે તેમને હાલ સારવાર માટે ખેસડાયા છે. આ પોલીસ ટીમ ફરજ પરથી એક ટ્રકમાં પરત આવતી હતી ત્યારે વહેલી સવારે ૬-૩૦ કલાકે આ ઘટના બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉગ્રવાદીઓ તરફથી આવા સતત હુમલા થઈ રહ્યા છે. બીજી તરફ બોન્ગયાંગ ગામમાં પણ પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જે હજુ પણ ચાલુ છે.
http://sambhaavnews.com/

You might also like