પાક.ના પેશાવરમાં આતંકી હુમલો, 4 આતંકી ઠાર

પેશાવરઃ પાકિસ્તનના પેશાવરમાં આતંકવાદી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. હુમલો પેશાનરના ક્રિશ્ચિયન કોલોનીમાં થયો હતો. સ્થાનીક મીડિયા પ્રમાણે સુરક્ષાદળે અત્યાર સુધી ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે એક નાગરીકના માર્યા ગયાના સમાચાર પણ સામે આવ્યાં છે.

પાકિસ્તાનના સમાચાર પત્ર ધ ડોન પ્રમાણે મરનારમાં એક સામાન્ય વ્યક્તિ છે. જ્યારે બે આતંકવાદીઓ છે. પોલીસ અને આતંકવાદિઓ વચ્ચે ફાયરીંગ હજી ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ અંદાજે સવારે 5થી 6ની વચ્ચે આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

You might also like