પેશાવર યુનિ.માં આતંકી હુમલોઃ ૩૦નાં મોત

પેશાવર: પાકિસ્તાનના ચરસાડ્ડા જિલ્લામાં આવેલી બાચાખાન યુનિવર્સિટીમાં ચાર ત્રાસવાદીઓ ઘૂસ્યા હતા. બંદુકધારી આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી ઓછામાં ઓછા ૩૦ લોકોની હત્યા કરી હતી અને પ૦ થી ૬૦ લોકોને ઘાયલ કર્યા હતા. બહાર આવેલા પ્રત્યક્ષદર્શીઓના કહ્યા મુજબ ત્રાસવાદીઓએ કેટલાંક વિદ્યાર્થીઓને માથામાં સીધી ગોળી મારી છે. સુરક્ષા બળોની કાર્યવાહીમાં ચાર ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન તહરીક-એ-તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલા વખતે યુનિવર્સિટીની અંદર ૩૦૦૦ છાત્રો અને ૬૦૦ જેટલા મહેમાનો હાજર હતા.

અહેવાલો મુજબ બાચાખાન યુનિવર્સિટીમાં બે ગાર્ડ પર હુમલો કરી બંદૂકધારી ત્રાસવાદીઓ અંદર ઘૂસી હતા અને તે વિસ્તારમાં જ અંધાધૂંધ ગોળીબાર થઇ રહ્યો હતો અને વિશિષ્ટ બળની એક ટુકડી તૈનાત કરવામાં આવી હતી તેમજ  મળેલા અહેવાલો મુજબ યુનિવર્સિટીની અંદર ૭થી વધુ પ્રચંડ વિસ્ફોટો થયા હતા.

બાચાખાન યુનિ.માં મુશાયરો ચાલી રહ્યો હતો ત્યારે ત્રાસવાદી હુમલો થયો હતો જેમાં ૧ પ્રોફેસર,  વિદ્યાર્થી અને  ગાર્ડ ઉપરાંત પોલીસો સહિત ૩૦ લોકોનાં મોત થયા હતા. મળેલા અહેવાલો મુજબ સરહદના ગાંધીખાન અબ્દુલ ગફારખાનની મૃત્યુતીથિ પર કાર્યક્રમ હતો ત્યારે આ હુમલો થયો હતો. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે, ત્રાસવાદીઓના નિશાના પર ગલ્ર્સ હોસ્ટેલ હતી. હોસ્ટેલની આસપાસ છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ફાયરિંગ કરાયું હતું.

પાકિસ્તાનમાં વીવીઆઈપી સિકયોરિટી સંભાળી રહેલા કમાન્ડોએ મોર્ચો સંભાળી લીધો હતો. રેસ્કયુ ટીમે ૫૦ વિદ્યાર્થીઓને બચાવી લીધા હવાઈ રસ્તે હેલિકોપ્ટર દ્વારા કેમ્પસની છત પર મોર્ચો સંભાળ્યો હતો કેટલાંક વિદ્યાર્થીઓ જીવ બચાવવા બાથરૂમમાં પુરાઈ ગયા હતા. આર્મીના ૭ હેલિકોપ્ટરો મદદે દોડી ગયા હતા. ૩ ત્રાસવાદીઓ આત્મઘાતી હુમલાવરો છે જે યુનિ.ના પાછલા દરવાજામાંથી ઘૂસ્યા હતા.

મળેલા અહેવાલો મુજબ પેશાવરની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામા આવી હતી. એક અહેવાલ મુજબ ૧૧૨૨ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામા આવ્યા હતા. જયારે સુરક્ષા બળોએ દાવો કર્યો છે કે, ઘટના સ્થળે અને તેની આજુબાજુ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરેલા લોકો પાસેથી પાક. સેનાની યુનિફોર્મ જપ્ત કરી છે.

બાચાખાન વિશ્વ વિદ્યાલય પર થયેલા હુમલા પર પાક. વડાપ્રધાન નવાઝ શરીફ અને વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યકત કર્યુ હતુ. વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યુ કે ત્રાસવાદીઓ વિરુદ્ઘ ચલાવી રહેલા અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે. નિર્દોષ વિદ્યાર્થીઓ અને નાગરિકોને મારવાનો કોઈ ધર્મ હોતો નથી. પાક.ની કુરબાનીને એળે જવા દેવામાં આવશે નહીં.

You might also like