કાશ્મીરના આર્મી કેમ્પ પર આતંકી હુમલો, એક જવાન ઇજાગ્રસ્ત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં કુપવાડાના કલારુસ ફોરેસ્ટ એરિયામાં આવેલા આર્મી હેડ કવાર્ટર પર શુક્રવારે મોડી રાત્રે આતંકી હુમલો થતાં એક જવાન શહીદ થયો હતો. હાલ આર્મીનું સર્ચ ઓપરેશન જારી છે. દરમિયાન આજે સવારે જમ્મુ-કાશ્મીરના મેંઢર સેકટરમાં પાકિસ્તાની દળોએ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરતાં એક મહિલાનું મોત થયું છે. આ મહિલાની ઓળખ ૪પ વર્ષીય રફીયા બેગમ તરીકે થઇ છે.

પાકિસ્તાને આજે સવારે પ.૩પ કલાકે બે મોટા મોર્ટારગોળા ઝીંકયા હતા. જેમાં એક મકાનને નુકસાન પહોંચ્યું હતું અને એક મહિલાનું મોત થયું હતું.

અા અગાઉ શુક્રવારે મોડી રાત્રે કુપવાડા જિલ્લામાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ ઓછામાં ઓછી દસ મિનિટા સુધી સતત અંધાધૂંધ ગોળીબાર કરયા હતા. સુરક્ષાદળોએ તેનો વળતો જવાબ આપ્યો હતો. આ ગોળીબારમાં ર૧ જાટ રાઇફલનો એક જવાન જખમી થયો હતો. જેને લશ્કરી હોસ્પિટલ ડ્રુગમુલ્લામાં દાખલ કરાયો હતો. જ્યાં પાછળથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

દરમિયાન ઉત્તર કાશ્મીરમાં અંકુશરેખા પર પાકિસ્તાની સેનાએ ગઇ કાલે સાંજે પણ સૂર્યાસ્ત થતાં જ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પા‌ક. સેેનાએ ઉરી સેકટરમાં ભારતીય મથકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ભારતીય જવાનોએ તેનો સજ્જડ જવાબ આપ્યો હતો. જોકે આ ઘટના અંગે કોઇ પણ પક્ષે ખુવારી થઇ હોવાના અહેવાલો હજુ સુધી મળ્યા નથી. લશ્કરે ઉત્તરી કાશ્મીરમાં એલર્ટ જાહેર કરી દીધું છે.

http://sambhaavnews.com/

You might also like