જમ્મુ કાશ્મીમાં આતંકવાદી હૂમલો : 6 પોલીસ જવાન શહિદ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં અનંતનાગમાં શુક્રવારે આતંકવાદીઓએ કરેરા હૂમલામાં એક સબ ઇન્સપેક્ટર સહિત 6 પોલીસ જવાનો શહિદ થઇ ગયા. દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં થાજીવાડા અચબલમાં પહેલાથી તૈયાર બેઠેલા આતંકવાદીઓએ પોલીસ દળ પર અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. શહીદ એસએચઓની ઓળખ સબ ઇન્સપેક્ટર ફિરોઝ તરીકે થઇ છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું આતંકવાદી હૂમલામાં કેટલાક પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ઘટના સ્થળ પર સેનાની ટુકડી પહોંચી ચુકી છે જે આસપાસનાં વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અગાઉ પણ આતંકવાદીઓએ સુરક્ષાદળો અને પોલીસને નિશાન બનાવીને હાલમાં જ કેટલાક હૂમલાઓ કરી ચુકી છે.

અગાઉ ગુરૂવારે શ્રીનગરનાં હૈદરપુરા વિસ્તારમાં આતંકવાદીઓનાં હૂમલામાં ગંભીર રીતે ઘાયલ પોલીસ જવાને સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી તરફ કુલગામ જિલ્લાનાં બોગંડ ગામમાં આતંકવાદીઓએ હૂમલામાં સીઆરપીએફનાં એક જવાન શહીદ થયા હતા. મંગળવારે પણ આતંકવાદીઓએ 4 કલાકમાં ખીણનાં અલગ અલગ હિસ્સાઓમાં કુલ 6 હૂમલા કર્યા હતા. જેમાં 13 જવાન ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ 4 સર્વિસ રાઇફલ પણ લૂંટી લીધી હતી.

You might also like