આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ઇમરાન ખાનને પાઠવી શુભેચ્છા

ઇસ્લામાબાદઃ જમ્મુ-કશ્મીરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં ચીફ મહબૂદ શાહે પાકિસ્તાનનાં ભાવી પ્રધાનમંત્રી બનવા જઇ રહેલાં ઇમરાન ખાન અને એમની પાર્ટી તહરીફ-એ-ઇન્સાફને સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીતને લઇને શુભકામના પાઠવતા કહ્યું કે, શપથ ગ્રહણ પહેલાં ઇમરાન ખાને કશ્મીરીઓનાં વિશે વાત કરીને અમારા દિવસમાં ખાસ જગ્યા બનાવી છે.

મહમૂદ શાહે કહ્યું કે, જમ્મુ-કશ્મીરનાં મુદ્દાને મુખ્ય રૂપથી ઉઠાવતા કશ્મીરીઓને ઇમરાન ખાનમાં એક સાચ્ચા પાકિસ્તાનીની આશા દેખાઇ રહી છે. આશા છે કે ઇમરાન ખાન ભારતીય ષડયંત્રનાં શિકાર નહીં થાય. મહમૂદ શાહે વધુમાં જણાવ્યું કે,”મીડિયા કોઇ પણ મુદ્દાને લાઇટલાઇટમાં લાવી શકે છે. અમને આશા છે કે પાકિસ્તાની મીડિયાને માટે ભારતીય અત્યાચારોનો પર્દાફાશ કરવા માટે એક પ્રમુખ નીતિ તૈયાર કરવામાં આવશે. જમ્મુ-કશ્મીરનાં લોકો પાકિસ્તાનને બીજાં મદીનાનાં રૂપમાં જુએ છે.

ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીફ-એ-ઇન્સાફ પાર્ટીએ સંઘીય સરકારનાં ગઠન માટે એમક્યૂએમ-પીનું સમર્થન માંગ્યું છે. “ડૉન”નાં જણાવ્યા અનુસાર પાર્ટીનાં નેતા જહાંગીર તરીન ગઇ કાલનાં રોજ ઇસ્લામાબાદથી કરાંચી આવ્યાં અને પૂર્વ પ્રતિદ્વદ્વી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનને પીટીઆઇનાં નેતૃત્વવાળી સરકારમાં શામેલ થવાનું આમંત્રણ આપ્યું.

You might also like