શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે રાત્રે શરૂ થયેલી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ જારી છે. આ અથડામણ દરમિયાન પુલવામાના બામનુ વિસ્તારમાં એક આતંકીને ઢાળી પણ દેવામાં આવ્યો છે. આતંકીઓ વિરુદ્ધ આ લખાઇ રહ્યું છે ત્યારે ઓપરેશન જારી છે. આતંકીઓ એક ઘરમાં છુપાયેલા છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન જારી છે. આતંકીઓ વિરુદ્ધ આર્મી, પોલીસ અને સીઆરપીએફએ એક જોરદાર સંયુકત ઓપરેશન હાથ ધર્યું છે.
આ અગાઉ અવંતીપુરામાં સુરક્ષા દળોના ઘેરામાંથી હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુ અને સાગરીત સૈફુલ્લા મીર સહિત ત્રણ આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર થઇ ગયા હતા. રવિવારે સાંજે પુલવામાના માલંગપુર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ હોવાના ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોએ તેમને ઘેરી લીધા હતા, જોકે આતંકીઓ અંધારા અને તકનો લાભ લઇ નાસી ગયા હતા.
સુરક્ષા દળોના ઓપરેશન દરમિયાન કેટલાક તોફાની તત્ત્વોએ પથ્થરમારો શરૂ કર્યો હતો, જેથી આતંકીઓ ભાગી શકે અને ખરેખર આવું જ થયું હતું. સુરક્ષા દળોની મુશ્કેલી એ છે કે તેઓ સામાન્ય લોકો પર ફાયરિંગ કરવાનું ટાળેે છે અને સામાન્ય લોકો પથ્થરમારો કરે છે તેની આડમાં આતંકીઓ ભાગી જાય છે. આ અગાઉ શનિવારે અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા હતા, જેમાં લશ્કર-એ-તોઇબાનો ટોચનો કમાન્ડર બશીર લશ્કરી માર્યો ગયો હતો.
આતંકીઓએ બશીરને બંદૂકથી સલામી આપી
શનિવારે સુરક્ષા દળોની અથડામણમાં માર્યા ગયેલ આતંકી બશીર લશ્કરીના રવિવારે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેના જનાજામાં ભારે ભીડ એકત્ર થઇ હતી. આ દરમિયાન કેટલાક આતંકીઓ પહોંચી ગયા હતા અને બશીરની કબીર પર બંદૂકથી ફાયરિંગ કરીને સલામી આપી હતી. આતંકી બશીરને દફનાવવા માટે હજારો લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન કેટલાક આતંકીઓ પણ નજરે પડ્યા હતા અને આતંકીઓએ બશીરને દફનાવતી વખતે હવામાં ગોળીબાર કરીને સલામી આપી હતી.
http://sambhaavnews.com/
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…