અાતંકવાદ સામે લડશે ૧,૦૦૦ જેમ્સ બોન્ડ

લંડન: ‘માય નેમ ઇઝ બોન્ડ, જેમ્સ બોન્ડ’ અા સંવાદ કોઈ પણ પરિચયનો મોહતાજ નથી. બહુ અોછી વ્યક્તિઅો એવી હશે, જેમણે અા લાઈન ક્યારેય સાંભળી નહીં હોય. જેમ્સ બોન્ડ નામનું અા કાલ્પનિક ચરિત્ર પરદા પર જે ગુપ્તચર સંસ્થાનું જાસૂસ હોય છે તે છે MI6.
બ્રિટનની અા ગુપ્ચતર એજન્સીઅે ૧,૦૦૦ જાસૂસોની ભરતીની યોજના બનાવી છે. અાતંકવાદ સામે લડવા ડિજિટલ ટેક‌િનકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું અાયોજન કરાયું છે. MI6અે ૨૦૨૦ સુધી પોતાની ક્ષમતા ૨,૫૦૦થી ૩,૫૦૦ કરવાનો નિર્ણય લીધો છે. શીતયુદ્ધ બાદ એજન્સીમાં અા અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ હશે.

MI6ના જાસૂસોનું કામ વિદેશમાં બ્રિટન અને તેનાં હિતોનું રક્ષણ કરવાનું હોય છે. અા ઉપરાંત બ્રિટન પોતાની અન્ય એજન્સીઅો MI5 અને GCHQ માટે ૯૦૦ કર્મચારીઅોની ભરતી કરશે. અા સમાચાર એવા સમયે અાવ્યા છે જ્યારે જાહેરમાં ક્યારેય જોવા ન મળતાં MI6ના પ્રમુખ એલેક્સ યન્ગરે અા અઠવાડિયાની શરૂઅાતમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે વોશિંગ્ટનમાં પોતાના અમેરિકી, અોસ્ટ્રેલિયન અને અફઘાની સમકક્ષની હાજરીમાં ગુપ્તચર એજન્સીઅો સામે હાલમાં રહેલા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો.

યન્ગરે કહ્યું હતું કે ઇન્ટરનેટ અને ટેકનોલોજીના અવસરની સાથે-સાથે અસ્તિત્વ માટે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. અા પરિવર્તને એજન્સીઅોના કામકાજની રીત પણ બદલી છે. તેમણે કહ્યું કે અાગામી પાંચ વર્ષમાં બે પ્રકારની ગુપ્તચર એજન્સીઅો હશે. પહેલી તે હશે, જેેને બદલતાં સમય પ્રમાણે સમૃદ્ધ કરાઈ હશે અને બીજી અે હશે કે જે પરિવર્તનને નહીં માને. તેઅો ઇચ્છે છે કે MI6 પહેલી હરોળમાં અાવે.

You might also like