આતંકી હિઝબુલ બુરહાન પણ હતો ઝાકિરનો ફેન

નવી દિલ્હી: ઘર્ષણમાં માર્યો ગયો 10 લાખનો ઇનામી હિઝબુલ આતંકી બુરહાન વાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતો. તેને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને તેના ફેન બનાવ્યા હતા. પરંતુ બુરહાન પોતે ઝાકિર નાઇકનો ફેન હતો. તેના છેલ્લા ટ્વિટ એ વાતની પુષ્ટિ કરે છે. જેમાં તેને ઝાકિર નાઇકનું સમર્થન કર્યું છે.

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટ પર વર્ષ 2012થી બુરહાનએ @Gazi_Burhan2 હેન્ડલથી એકાઉન્ટ બનાવ્યું હતું. બરહાનને 369 લોકો ફોલો કરે છે. બુરહાન પોતે 119 લોકોને ફોલો કરતો હતો. તેના છેલ્લા ટ્વિટમાં બુરહાને ઝાકિર નાઇકને સમર્થન કરવા માટે અપીલ કરી છે.

શુક્રવારે બુરહાને ટ્વિટ ઝાકિર નાઇકને એક પોટો ટ્વિટ કર્યો હતો અને તેની સાથે લખ્યું હતું કે ‘सपोर्ट जाकिर नाइक, ऑर टाइम विल कम व्हेन कुरान रिसाइटेशन विल भी बैन्ड’
.એટલે કે ઝાકિર નાઇકનું સમર્થન કરો, નહીં તો એવો સમય આવી જશે કે કુરાન વાંચવા માટે પણ પ્રતિબંધ લાગી જશે. જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી ખાનગી એજન્સી બુરહાનની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પર નજર રાખતા હતા.

You might also like