ઉરી : ઝોલમનાં રસ્તે ઘુસીને આરામ કરી રહેલા જવાનો પર કર્યો હૂમલો

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરનાં ઉરી જિલ્લામાં આવેલ સેના બ્રિગેડનાં મુખ્યમથક પર રવિવારે સવારે આતંકવાદી હૂમલો થયો હતો. જેમાં 17 જવા શહીદ થયા હતા. સૈન્ય કાર્યવાહીમાં 4 આતંકવાદી પણ ઠાર ખયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીનાં અનુસાર આતંકવાદીઓએ ઉત્તરી કાશ્મીરનાં બારામૂલા જિલ્લાનાં ઉરી ખાતેનાં સેન્ય મુખ્યમથક પર હૂમલો કર્યો.

જમ્મુ કાશ્મીરનાં ઉરીમાં આતંકવાદી હૂમલાની પેટન્ર અંગે સંપુર્ણ રીતે પઠાણકોટ એરબેઝનાં હૂમલા જેવું જ છે. સેનાનાં અધિકારીક સુત્રોનાં અનુસાર સવારે પાંચ વાગ્યે અંધારાનો ફાયદો ઉઠાવીને ત્રણથી ચાર આતંકવાદી સેનાનાં બ્રિગેડ મુખ્યમથકમાં ઘુસી ગયા. તે સમયે જવાનોની ડ્યુટી ચેન્જ થતી હોય છે. જેનાં કારણે તેમને અંદર ઘુસવામાં અને છુપવામાં વધારે તકલીફ નથી પડી. આતંકવાદીઓ કાંટાળી તારની વાડ તોડીને અંદર ઘુસ્યા હતા.

માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ 24 થી 48 કલાક પહેલા જ ઝોલમનાં રસ્તે ખીણમાં ઘૂસ્યા હતા. મુખ્યમથકની અંદર ઘુસતાની સાથે જ બે જુથમાં વહેંચાઇ ગયા હતા. બે જુથમાં વહેંચાયા બાદ આતંકવાદીઓએ સૌથી પહેલા કેમ્પની અંદર ગ્રેનેડ ફેંક્યા. આતંકવાદીઓનું બીજુ જુથ ગુટ આર્મી બેઝનાં એડમિનિસ્ટ્રેટિવ બેરેકમાં ઘુસ્યું હતું. જ્યાં તેઓએ ગ્રેનેડ ફેંક્યા અને ફાયરિંગ કર્યું હતું.

આતંકવાદીઓ અંદર ઘુસીને ટેન્ટોને નિશાન બનાવી ગ્રેનેડ ફેંક્યા. આ ટેન્ડમાંડોંગરા રેજીમેન્ટનાં જવાનો પોતાની ડ્યુટી પુરી કરીને આરામ કરી રહ્યા હતા. ગ્રેનેડનાં કારણે સુતેલા જવાનો કાંઇ સમજે તે પહેલા જ વિસ્ફોટ થયા. ટેન્ટોમાં આગ લાગઇ ગઇ. જેનાં કારણે જવાનો બહાર ન નિકળી શક્યા અને આગમાં જ સળગીને શહીદ થયા.

You might also like