પાકની નાપાક હરકત, ટ્રેન પર લગાવ્યા બુહરાની વાનીના પોસ્ટર

ઇસ્લામાબાદઃપાકિસ્તાને પહેલાં કાશ્મીરમાં માર્યા ગયેલા હિજબુલ આતંકી બુરહાન વાનીને આઝાદી માટે લડનાર વ્યક્તિ ગણાવ્યો હતો. ત્યારે હવે પાકિસ્તાને આતંકવાદી બુરહાન વાનીના પોસ્ટર આઝાદી સ્પેશલ ટ્રેન પર લગાવ્યા છે. 14 ઓગસ્ટે આ ટ્રેન પેશાવરથી કરાચી જવાની છે. એક શહિદની જેમ આતંકી બુરહાન વાનીના પોસ્ટર ટ્રેન પર લગાવવામાં આવ્યાં છે.

આ સાથે જ કાશ્મીર હિંસામાં માર્યા ગયેલા લોકોના પોસ્ટર પર બોઇંગ પર લગાવવામાં આવ્યાં છે. પાકિસ્તાન સાથે જ ભારતના કેટલાક અલગાવવાદી નેતા પણ ભારત વિરોધી અભિયાનમાં પાકિસ્તાન સરકાર સાથે છે. કાશ્મીરમાં રહેનાર અલગાવવાદી સૈયદ અલી શાહ ગિલાનીએ ટ્રેનના બોઇંગ પર લગાવેલા બુહરાન વાનીના પોસ્ટર પર ટવીટ કરીને લખ્યું છે કે, “સ્પેશિયલ આઝાદી ટ્રેન 14 ઓગસ્ટે પેશાવરથી કરાચી જવા માટે રવાના થશે. જેની પર કમાન્ડર બુરહાન વાની અને અન્ય લોકોના પોસ્ટર લગાવવામાં આવેલા છે.”

પાકિસ્તાનની આ નાપાક હરકથી તેમનો બેવડો ચહેરો દુનિયા સામે જોવા મળી રહ્યો છે. એક તરફ ગૃહમંત્રી રાજનાથની સાર્ક સંમેલનની સ્પિચને પાકિસ્તન સરકારે ટીવી ચેનવો પર બ્લેક આઉટ કરી દીધી છે. ત્યાં હાફિઝ સઈદ અને સલાઉદ્દીન જેવા આતંકીઓ ખુલ્લેઆમ પાકિસ્તનમાં પ્રેસકોન્ફરન્સ કરીને પરમાણુ યુદ્ધની ધમકીઓ આપી રહ્યાં છે. આતંકી બુરહાન વાનીના પોસ્ટરને સરકારી ટ્રેનના બોઇંગ પર લગાવી અને શહિદનો દરજ્જો તેને આપવામાં આવી રહ્યો છે. જેનાથી પાકિસ્તાનની નીતિ સ્પષ્ટ પણે સામે આવી રહી છે કે તેઓ આતંકવાદ સામે લડવા માટે કેટલા ગંભીર છે.

You might also like