અનંતનાગમાં PDP નેતાના ઘર પર આતંકવાદી હુમલો

જમ્મુ: મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીના ઘર જનપદ અનંતનાગમાં પીડીપીના જિલ્લા અધ્યક્ષ એડ્વોકેટ શેખ જાવેદના ઘર પર ગઈ કાલે મોડી રાતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં આતંકવાદીઓ સુરક્ષામાં રહેલા ગાર્ડ પાસેથી ચાર રાઈફલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન કાશ્મીરમાં ફરજ બજાવતા એક જવાનના પત્રથી આપણું માથું શરમથી ઝૂકી જાય તેવી વિગતો બહાર આવી છે.
આ દરમિયાન આતંકવાદીઓ આ વિસ્તારમાં સુરક્ષામાં તહેનાત ગાર્ડ પાસેથી ચાર રાઈફલ આંચકીને ફરાર થઈ ગયા હતા. આ અંગે માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલાં પણ આ વિસ્તારમાં રહેતા નેતાઓના ઘરમાંથી હથિયાર આંચકી લેવાની ઘટના બની હતી. દરમિયાન બીજી તરફ કાશ્મીર ખીણમાં ગઈ કાલે હિંસાની નાની-મોટી ઘટના બની હતી, જેમાં કુલગામ, અવંતિપોરામાં પથ્થરમારો થયો હતો. હાલ કાશ્મીર ખીણમાં તમામ જગ્યાએ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ અંગે શોપીયાના ડીસીના જણાવ્યા અનુસાર વેહિલ ચાલોના આહ્વાનને ધ્યાનમાં લઈને આજે શોપીયામાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

હિંસાના આરોપમાં ૫૬ની ધરપકડ
દરમિયાન કુલગામના સાદુરા, અવંતિપોરાના પદગમપોરા તથા કૂપવાડાના પંજગામમાં પથ્થરમારાની ઘટના બની હતી, જ્યાં ટોળાએ રસ્તો બ્લોક કરવા ઉપરાંત સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે સુરક્ષાદળોએ ટિયરગેસના શેલ છોડ્યા હતા.
પોલીસ પ્રવકતાના જણાવ્યા અનુસાર શ્રીનગરના કેટલાક થાણા વિસ્તાર તથા શોપીયામાં હાલ કરફયુ ચાલુ છે તેમજ જાહેર વાહનોને ક્ષતિ પહોંચાડવાના આરોપમાં 56 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ અલગાવવાદીઓએ બાંદીપોરા, ગાંદરબલ અને શોપીયા ચલોના નારા લગાવ્યા છે તેને સુરક્ષાદળોને નિષ્ફળ બનાવી દીધા છે. અલગાવવાદીઓના બંધના એલાનના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ છે. મોટા ભાગના પેટ્રોલપંપ અને દુકાનો તેમજ અન્ય વેપારી એકમો બંધ છે.

You might also like