કાશ્મીરના બારમૂલામાં ઘૂસણખોરી કરવા જઇ રહેલા 4 આતંકી સેનાના હાથે ઠાર

જમ્મુઃ જમ્મુ કશ્મીરમાં બારામૂલામાં રામપુર સેક્ટરમાં સીમા પારથી ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ચાર આતંકીઓને સેનાએ મારી નાખ્યા છે. આ વિસ્તારમાં અન્ય આતંકી છુપાયેલા હોવાની આશંકા સાથે સેનાએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. આ પહેલાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકિયોને શુક્રવારે સેનાની એક ટુંકડી પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ સેનાએ ત્યાં પણ ઘેરાબંદી કરી દીધી છે. સેનાના ઘેરામાં ત્રણ આતંકિયો ફસાયેલા હોવાનું અનુમાન છે. ત્યાં તપાસ અભિયાન પણ ચાલી રહ્યું છે. આ હુમલામાં કોઇ પણ સૈનિક ઘાયલ થયો હોય તેવા સમાચાર નથી.

એક પોલીસ અધિકારી પ્રમાણે 42 રાષ્ટ્રીય રાયફલની એક ટૂંકડી પર ત્રાલના સહમૂગ ગામમાં રાત્રે લગભગ 9 વાગે શંકાસ્પદ આતંકીઓએ અચાનક ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ ઘટનાસ્થળની આસપાસના મકાનોને ખાલી કરાવવામાં આવ્યાં હતા. સાથે જ તેનાએ શોધ શરૂ કરી હતી. મદદ માટે સેનના જવાનોની ટૂંકડી ત્યાં મોકલવામાં આવી છે. ગત વર્ષે હિજ્બુલ આતંકી બુરહાન વાનીની મોત બાદ કાશ્મીરમાં હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ જ ઉરીમાં સૈના પર સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. અહીં આતંકી અને સેના વચ્ચે સતત સંધર્ષ ચાલી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like