બારામૂલ્લામાં સેના કેમ્પ પર હુમલો, 1 જવાન શહીદ

જમ્મુ કશ્મીરઃ પોકમાં સર્જિકલ સ્ટ્રાઇકના ચાર દિવસ બાદ જમ્મુ કશ્મીરના બારામૂલ્લા સેના કેમ્પ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં બે આતંકી માર્યા ગયા છે. આતંકિયો સાથેના ઘર્ષણમાં એક જવાન પણ શહીદ થયો છે. જ્યારે બીએસફનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. જ્યારે હજી બે આતંકીઓ એક રૂમમાં છૂપાયેલા હોવાની વાત પણ સામે આવી છે. જેને સેના દ્વારા ઘેરી લેવામાં આવ્યાં છે. સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ જેલમ નદીમાં એક અજાગ્રસ્ત આતંકી કૂદીને ભાગી ગયો છે.

આતંકવાદીઓએ રવિવારે રાત્રે 10 વાગે 46 રાષ્ટ્રીય રાઇફલ પર ડબલ એટેક કર્યો હતો. કેટલાક આતંકીઓએ મેઇન ગેટ પર હુમલો કર્યો હતો. જ્યારે બીજા આતંકી જૂથે કેમ્પના જેલમ નદી બાજુના ભાગ પર હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા બળની સચેતતાને પગલે આતંકવાદીઓ કેમ્પમાં ઘૂસવામાં અસમર્થ રહ્યાં હતા. લગભગ ત્રણ કલાક ચાલેલી મારામારીમાં 2 આતંકીઓના મોત થયા હતા. જ્યારે એક ભાગી છૂટ્યો છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહ આ આતંકિ હુમલા પર નજર રાખીને બેઠા છે. તેમણે મોડી રાત્રે એનએસ અને બીએસફના ડીજી સાથે પણ વાત કરી છે. જ્યારે એક જવાનની શહિદી પર દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે સેનાએ ટવિટર પર હુમલો કાબુમાં હોવાની માહિતી આપી છે. બીએસએફના ડીઆઇઓ અને સેના કમાન્ડિંગ ઓફિસર મોડી રાત્રે ત્યાં પહોંચી ગયા હતા.આ સાથે જ સેનાનું સર્ચ ઓપરેશન પણ ચાલું છે.

બારામૂલામાં એટકે બાદ રાજધાની દિલ્હી સહિદ તમામ શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે મુંબઇમાં ડ્રોન હુમલાની આશંકાને પગલે ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો છે. આતંકીઓકેમ્પમાં ઘૂસવાની ફિરાદમાં હતા. પરંતુ જાબાસ આર્મી મેનોએ આતંકીઓના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો છે.

You might also like