જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં GREF કેમ્પ પર આતંકી હુમલો: ત્રણ મજૂરનાં મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં આવેલા બટાલા ગામમાં સોમવારે વહેલી પરોઢિયે જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સ (જીઆરઈએફ) કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં જીઆરઈએફનાં મજૂરોનાં મોત થયાં છે. આતંકીઓએ જીઆરઈએફ કેમ્પને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ કેમ્પ એલઓસીની બિલકુલ નજીક છે. આતંકીઓના આ હુમલા બાદ લશ્કરના તમામ કેમ્પોને એલર્ટ જારી કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આતંકીઓને ઝડપી લેવા માટે ઓપરેશન જારી છે. અહેવાલો અનુસાર લશ્કરના આ કેમ્પ પરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ લશ્કરનો એન્જિનિયરિંગ કેમ્પ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત ન હતા. મીડિયા રિપોર્ટ અનુસાર સીમા પારથી લગભગ ૧૦૦ જેટલા આતંકીઓ એલઓસી પાર કરીને ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. આ હુમલામાં ત્રણનાં મોત થયાં છે. જેઓ મજૂર હતા અને જીઆરઈએફમાં કામ કરતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જીઆરઈએફ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝનનો એક ભાગ છે. એવું પણ કહેવાય છે કે આતંકીઓ અંધારાનો લાભ ઉઠાવીને ભાગી ગયા હતા. અહેવાલો અનુસાર આતંકીઓની સંખ્યા ત્રણથી ચાર હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જીઆરઈએફ એ બોર્ડર પર રોડ બનાવવાનું કામકાજ સંભાળે છે. જીઆરઈએફનો આ કેમ્પ એલઓસીથી માત્ર બે કિ.મી. દૂર જ છે. કેમ્પ પર હુમલો થયા બાદ સમગ્ર સુરક્ષા દળોને હાઈએલર્ટ જારી કરવામાં આવી હતી. આ ગામના લોકોએ બેથી ત્રણ આતંકીઓને જોયા હોવાનો દાવો કર્યો હતો. આતંકીઓની પીઠ પર બેગ પણ હતી.

૧૦૦થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં
રિપોર્ટ અનુસાર સરહદની પેલે પારથી ૧૦૦થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે સીમા પારથી એલઓસી ઓળંગીને ભારતમાં ઘૂસવા માટે ટાંપીને બેઠા છે. પરિણામે આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરીને લશ્કરના કેમ્પને નિશાન બનાવી શકે છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતાં મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ જવાના કારણે આતંકીઓ માટે ઘૂસણખોરી કરવી જેટલી મુશ્કેલ બની છે એટલું જ સેના માટે પેટ્રોલિંગ કરવાનું મુશ્કેલ બની ગયો છે. છેલ્લા છ માસમાં આ રીતે થયેલા હુમલામાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ જવાનોનાં મોત થયાં છે.

home

You might also like