જમ્મુ કાશ્મીરના શોપિયામાં CRPF અને SOG કેમ્પ પર આતંકવાદી હૂમલો

જમ્મુ : જમ્મુ કાશ્મીરનાં શોપિયામાં પોલીસ કેમ્પ પર આતંકવાદી હૂમલો થયો છે. આતંકવાદીઓએ એસઓજી કેમ્પમાં પોલીસ અને સીઆરપીએફનાં જવાનોને નિશાન બનાવીને હૂમલો કર્યો હતો. હૂમલામાં એક સ્થાનિક નાગરિકનાં ઘાયલ થવાનાં સમાચાર છે. આ વિસ્તાર દક્ષિણ કાશ્મીરનાં શોપિયામાં ઇમામ સાહેબનાં નામથી ઓળખાય છે.

હાલમાં જ આ વિસ્તારમાં આતંકવાદીઓએ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યોહ તો. શોપિયામાં બેંક લૂટવાની ઘટના બાદ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અને સુરક્ષાદળોએ આ વિસ્તારમાં શોધખોળ અભિયાન પણ ચલાવી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છેકે તેમાં લશ્કર અને હિજ્બુલનાં સ્થાનીય આતંકવાદીઓ જોડાઇ શકે છે. હાલ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ધર્ષણ ચાલી રહ્યું છે અને બંન્ને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલનાં દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘૂસણખોરી અને હૂમલાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે ભારતીય સેનાએ આતંકવાદી વિરોધ અભિયાન હેઠળ નૌશેરામાં પાકિસ્તની ચોકીઓને ધ્વસ્ત કરી હતી.

You might also like