કાશ્મીરમાં પોલીસ ચોકી પર હુમલો, AK-47 સહિત પાંચ રાઇફલની લૂંટ

જમ્મુઃ દક્ષિણ કાશ્મીરના શોપિયામાં આતંકિયોએ જમ્મુ કશ્મીર પોલીસના એક પોસ્ટ પર હુમલો કરીને હથિયારોની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ગઇ કાલે મોડી રાત્રે શોપિયાંના કોર્ટ કોમ્પલેક્સની બહાર સુરક્ષા માટે બનાવવામાં આવેલ એક પોસ્ટ પર અજ્ઞાત આતંકિયો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 5 રાઇફલની લૂંટ કરવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે લૂંટવામાં આવેલ રાઇફલોમાં 4 ઇસંસા અને 1 એકે-47 રાઇફલ શામેલ છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાથે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ઘટના અંગે માહિતી આપતા પોલીસના સાઉથ કાશ્મીર રેન્જના આઇજી એસપી પાણીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે થયેલા હુમલામાં કોઇ પણ જવાન ઇજાગ્રસ્ત થયો નથી. આ સાથે પોલીસ લૂંટવામાં આવેલા પોલીસ હથિયારોની સંખ્યા અંગે તપાસ કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like