સાઉદી આરબમાં પેલેસ પર આતંકી હુમલો નિષ્ફળ, 2 ગાર્ડના મોત

સાઉદી આરબે એક આતંકી હુમલાની કોશિશને નિષ્ફળ બનાવી દીધી છે. જો કે આ હુમલામાં બે ગાર્ડના મૃત્યુ થયા હતા. સાઉદી આરબના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક શખ્સ કારમાંથી ઉતર્યો અને અચાનક જ જેદ્દાના પીસ પેલેસના પશ્ચિમ ગેટની સામે ગાર્ડ પર ગોળીઓ વરસાવવા લાગ્યો હતો. જો કે આ આતંકી માર્યો ગયો છે.

આ આતંકી સાઉદી આરબનો 28 વર્ષનો એક શખ્સ છે. તેની પાસેથી એક ક્લાશનિકોવ મશીન ગન અને ત્રણ મોલોટોવ કોકટેલ મળી આવ્યા હતા. આ ઘટનાની તપાસ બાદ અન્ય બે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ હુમલાના થોડા સમય પહેલા જ સાઉદી આરબમાં સ્થિત અમેરિકી દૂતાવાસે જેદ્દામાં અમેરિકી નાગરિકોની સુરક્ષાને લઈને સતર્ક રહેવા સૂચવ્યા હતા.

You might also like