હંદવાળા રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર આતંકી હુમલો, 2 આંતકી ઠાર

જમ્મુ કશ્મીરઃ જમ્મુ કશ્મીર સેનાના કેમ્પ પર એક વખત ફરી આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકિયોએ હંદવાડાના 30 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પને નિશાન બનાવ્યો છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આતંકવાદિઓ વચ્ચે ઘર્ષણમાં બે આતંકવાદી માર્યા ગયા છે. લગભગ વહેલી સવારે છ વાગ્યાને 12 મિનિટે આતંકવાદીઓએ હંદવાડામાં લંગેટમાં આર્મી કેમ્પની બહાર ગોળીબાર શરૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ સેના અને આતંકવાદિઓ વચ્ચે કેમ્પની પાસે સવારે ગોળીબાર થયો હતો. સૂત્રો પ્રમાણે ઘર્ષણ દરમ્યાન આતંકીઓ ભાગવા લાગ્યા અને સફરજનના બાગમાં છૂપાઇ ગયા હતા.

આતંકિયોએ સવારે 30 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પના મેન ગેટ પર આંધાધુધ ગોળીબાર કર્યો હતો. જેના પર જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં અતિરિક્ત બળ તૈનાત કરી દેવામાં આવ્યો છે. સેનાએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો છે. ભારત દ્વારા PoKમાં સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યા બાદ સેનાના કેમ્પમાં આતંકિ હુમલા સતત થઇ રહ્યાં છે. પહેલાં ઉરી, ત્યારા બાદ બારામૂલા અને હવે હંદવાડા પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

 

You might also like