આતંકવાદ અને ઝાકિર નઇક મુદ્દે આમિરે કરી સીધી વાત

મુંબઇ : હંમેશાની જેમ જ બોલિવુડ અભિનેતા આમીર ખાને ઇદના દિવસે મીડિયા સાથે મુલાકાત યોજી હતી. આ વખતે તેનો આશય પોતાની આગામી ફિલ્મ દંગલ અંગે ચર્ચા કરવાનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર દેશમાં આમિર પર લોકો ગુસ્સે છે. જેનું હાલમાં જ પુરાવો ત્યારે મળ્યો જ્યારે તેણે દંગલનું પોસ્ટર રિલિઝ કર્યું અને પોસ્ટરની વિરુદ્ધમાં ટ્રેન્ડ ચાલી નિકળ્યો. લોકોએ પોસ્ટરનો ભારે વિરોધ કર્યો. પોસ્ટરને દેશદ્રોહીનું પોસ્ટર ગણાવીને ભારે વિરોધ કર્યો.

કદાચ એ જ કારણ છે કે ઇદનાં પ્રસંગે લોકોનાં હૃદયમાં પોતાનું સ્થાન મજબુત કરવા માટે કેટલાક વિવાદિત નિવેદનો કર્યા. જે મોટે ભાગે તે કરતો હોતો નથી. જ્યારે આતંકવાદ અંગે સવાલ કરવામાં આવ્યો કે તો તેણે કહ્યું કે આતંકવાદનો કોઇ ધર્મ નહોતો નથી. તે ગમે તે ધર્મની વાત કરતા હોય બાકી ધર્મનો પ્રેમ કરતા શિખવે છે. ના કે કોઇને મારવાનું.

ઇસ્લામિક ધર્મ ગુરૂ ઝાકિર નાઇક અંગે પુછવામાં આવતા તેણે કહ્યું કે તેણે કહ્યું કે આ અંગે હું કોઇ ટીપ્પણી નથી કરવા માંગતો. અત્રે ઉલ્લેખીય છે કે ઝાકિરનાં ભાષણથી પ્રભાવિત યુવાનોએ ઢાકામાં હૂમલો કર્યો હતો. જો કે હજી સુધી તેની ભુમિકા સ્પષ્ટ નથી થઇ.

મીડિયા સાથે ચર્ચા દરમિયાન અમિર દંગલ અને આતંકવાદ મુદ્દે સ્પષ્ટતાથી બોલ્યો. સાથે સાથે સુલ્તાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે મે સુલ્તાન જોઇ ઘણી જ સારી ફિલ્મ છે. તેમાં કોઇ ખોટ મને જોવા ન મળી તે એક પ્રેરણાદાયક ફિલ્મ છે. ફિલ્મના સેકન્ડ હાફમાં હું મારી જાતને રડતી ન રોકી શક્યો અને કેટલાક સીન્સમાં હસ્યો પણ ખરો. સાથે આમિરે આશા વ્યક્ત કરી કે આ ફિલ્મ પીકેનો રેકોર્ડ તોડશે.

You might also like