ફતવો : 1 લાખ મૌલવીઓએ આતંકવાદને ગણાવ્યો હરામ

ઢાકા : બાંગ્લાદેશનાં મૌલવી આતંકવાદની વિરુદ્ધ એક થયા છે. આ જ કારણ છે કે અહીનાં એકલાખથી વધારે મૌલવીઓએ સંયુક્ત ફતવો બહાર પાડ્યો છે. ફતવામાં ઇસ્લામનાં નામે ઉગ્રવાદ અને આતંકવાદ ફેલાવવાને હરામ ગણાવાયો છે. મૌલાનાઓએ બાંગ્લાદેશમાં ઇસ્લામી ચરમપંથીઓ દ્વારા હિંદુઓ અને પંથનિરપેક્ષ બ્લોગરોની થઇ રહેલી હત્યાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કવરામાં આવી છે. મૌલાનાં ફરીદુદ્દીન મસુદે અહીં એક પત્રકાર પરિષદમાં ફતવો વાંચી સંભળાવ્યો હતો.

મસૂદ બાંગ્લાદેશ ઇસ્લામિક સ્કોલર્સ ઓર્ગેનાઇઝેશન જમીયતલુ ઉલમાનાં ચેરમેન છે. મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્રની શોલકિયા ઇદગાહનાં ઇમામ મસૂદે કહ્યું કે કેટલાક ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ પોતાની જાતને જેહાદીઓ ગણાવે છે. શોલાકિયા ઇદગાહ દેશનાં સૌથી મોટુ પ્રાર્થનાં સ્થળ છે. મસૂદે કહ્યું કે ઇસ્લામ શાંતિનો ધર્મ છે. ઇસ્લામ આતંકવાદનું સમર્થન નથી કરતું. ક્યારે પણ ઇસ્લામ અન્ય ધર્મનાં લોકોને મારવાનું કહેતો નથી.

કુરાન અને હદીસનો હવાલો નાખતા મૌલાના મસુદે કહ્યું કે આત્મઘાતી હૂમલાખોરો જહન્નુમમાં જશે. એટલે સુધી કે આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓનાં જનાજામાં જવું પણ અપ્રત્યક્ષ રીતે હરામ છે. મૌલાનાં મસૂદનાં અનુસાર ફતવામાં 101524 મુફ્તિઓ, અલીમો અને ઉલેમાઓએ પોતાની સહી કરી હતી. આ ફતવા ઇસ્લામી ચરમપંથીઓ દ્વારા લેખકો, બ્લોગરો, ઓનલાઇન કાર્યકર્તાઓ, અલગ અળગ ધર્મો તથા સામાજિક વિચારોનાં લોકોની હત્યાઓનાં દોર વચ્ચે બહાર પાડવામાં આવ્યો છે. આ ફતવો પુર્ણરીતે આતંકવાદને નાથવા માટે અક્ષમ છે. પરંતુ નિશ્ચિત રીતે આ હિંસા પર લગામ લગાવવામાં મદદગાર સાબિત થશે. તેમણે દાવો કર્યો કે આપરાધિઓનો એક વર્ગ કુરાન અને હદીસનો ખોટો અર્થ જણાવીને દેશાં અલગ અલગ હિસ્સાઓમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે.

You might also like