આંતકવાદ માનવ મૂલ્યોનો સૌથી મોટો દુશ્મન: PM MODI

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં છે. આ શિખર સંમેલનમાં ભારતને SCOની પૂર્ણ સદસ્યતા આપવામાં આવી છે. 2001 પછી પ્રથમ વખત ચીનના પ્રભુત્વવાળા SCOનો વિસ્તાર થયો છે. તેની સાથે જ આ ઓર્ગેનાઇઝેશનની સંખ્યા છ માંથી આઠ થઇ જશે. આ સંમેલનને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આંતકવાદ માનવ મુલ્યોનો સૌથી મોટો દૂશ્મન છે. આમ આંતકવાદ સામે બધા દેશોનો સાથ જરૂરી છે. પીએમ મોદી કહ્યું કે અમારા દરેક દેશ સાથે સંબંધ ઐતિહાસિક રહ્યાં છે. પીએમ મોદીએ પર્યાવરણ મુદ્દે જણાવ્યું કે SCO પોતાનું ધ્યાન પર્યાવરણ તરફ કેન્દ્રીત કરી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારતને SCOમાં સભ્ય પદ મળવા બદલ શુભેચ્છા પાઠવી છે.
http://sambhaavnews.com/

You might also like