અલકાયદાએ હેક કરી ઇન્ડીયન રેલવેની વેબસાઇટ

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન અલકાયદાએ મંગળવારે ભારતીય રેલવેની એક માઇક્રોસાઇટ હેક કરી લીધી અને એક મેસેજ પણ છોડ્યો હતો. આવું પ્રથમવાર બન્યું છે કે અલકાયદાએ સરકારી વેબસાઇટની સિક્યોરિટી તોડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ભુસાવલ ડિવિઝનમાં સેન્ટ્રલ રેલવેની વિભાગીય જરૂરિયાતો માટે બનાવવામાં આવેલું વેબ પેજ આતંકવાદી સંગઠને હેક કરી લીધું. વેબ પેજ પર ભારતીય મુસ્લિમોના નામે અલકાયદાના સાઉથ એશિયા ચીફ મૌલાના આસિમ ઉમરનો એક મેસેજ બતાવવામાં આવ્યો છે.

મેસેજમાં લખ્યું હતું કે ‘તમારે મહાસાગરમાં તોફાન કેમ આવી રહ્યું નથી? મૌલાના આસિમ ઉમર દ્વારા ભારતીય મુસ્લિમો માટે એક સંદેશ’

વેબ પેજ હેક કર્યા બાદ તેની સાથે 11 પેજનું એક ડોક્યુમેન્ટ એટેચ કરવામાં આવ્યું જેના પર લખ્યું હતું કે- શું દિલ્હીની ધરતી શાહ મુહાદિથ દેહલ્વીને જન્મ આપશે નહી જે ફરી એકવાર ભારતના મુસલમાનોને જિહાદને ભૂલી ગયા પાઠ ભણાવો અને જિહાદ માટે તૈયાર કરો. તમને જણાવી દઇએ કે યુપીના સંભલનો રહેવાસી ઉમર ગત વર્ષે અલકાયદાના સાઉથ એશિયા ચીફ બનાવવામાં આવ્યો હતો.

You might also like