નવી દિલ્હી: તુર્કીના વિદેશ મંત્રી મૌલૂદ કાઉસોગલૂએ કહ્યું છે કે ‘ફતહુલ્લા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન’ (ફેટો)એ ભારતમાં ઘૂસણખોરી કરી લીધી છે. ગત મહિને તુર્કીમાં તખ્તાપલટના નાકામ પ્રયત્ન માટે ત્યાંની સરકારે ફેટોને જવાબદાર ગણાવી છે.
કાઉસોગલૂએ આ વાત પર ભાર આપ્યો હતો કે ફેટો ‘ગોપનીય આંતરરાષ્ટ્રીય આપરાધિક નેટવર્ક’ છે, જે આખી દુનિયામાં હાજર છે. તેમણે કહ્યું કે દુભાગ્યપૂર્ણ છે કે ફેટોએ સંગઠનો અને સ્કૂલોના માધ્યમથે ભારતમાં ધૂસણખોરી કરી લીધી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે વાતચીત કર્યા બાદ પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યુંમાં કાઉસોગલૂએ કહ્યું કે ‘મેં પહેલાં આ મુદ્દાને ભારતીય સમકક્ષ સાથે ઉઠાવ્યો છે.’
તેમણે કહ્યું કે ‘બધા દેશોમાં જ્યાં ફેટોની હાજરી છે, તેમને અમે કહીએ છીએ કે તે પોતાના ક્ષેત્રમાંથી તેમને હટાવવા માટે તાત્કાલિક પગલાં ભરે.’ તુર્કીના વિદેશ મંત્રીના નિવેદન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે ભારત તુર્કીની ચિંતાઓને લઇને સંવેદનશીલ છે અને ભારતીય સુરક્ષાઓ ફેટો સાથે જોડાયેલા તે સંગઠનોને બંધ કરવાની અંકારાની માંગ પર વિચાર કરી રહી છે, જે ગેરકાયદેસર ગતિવિધિઓ ચલાવી રહ્યાં છે.
ભારત અને તુર્કી માટે બધા પ્રકારના આતંકવાદ સામે ખતરો હોવાની વાત પર ભાર મૂકતાં કાઉસોગલૂએ કહ્યું કે ‘આ ખતરાને લઇને સૂચનાના આદાન પ્રદાન અને આતંકવાદના વિરૂદ્ધ દ્રિપક્ષીય તથા બહુપક્ષીય સહયોગ અને એકજુકટા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું ‘તેના પર તુર્કી અને ભારત બંને ધ્યાન આપી રહ્યાં છે.’
ગત મહિને તુર્કીમાં તખ્તાપલટના વિફળ પ્રયાસનો ઉલ્લેખ કરતાં કાઉસોગલૂએ કહ્યું કે તુર્કી સેનાની અંદર એક ટુકડી ફેટોના નેતૃત્વમાં 15 જુલાઇના રોજ તખ્તાપલટ કરવાનો પ્રયત્ન કર્યો, જેથી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉખાડી ફેંકી શકે. કાઉસોગલૂએ કહ્યું કે ‘અમારી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને મારી ભારતીય સમકક્ષ સુષમા સ્વરાજ દ્વારા જે ત્વરિત સમર્થન મળ્યું, અમે તેના વખાણ કરીએ છીએ. તુર્કીમાં તખ્તાપલટના નિષ્ફળ પ્રયત્નમાં 240થી વધુ લોકો મોતને ભેટ્યા હતા અને 1500થી વધુ લોકો ઘાયલ થયા હતા.