આતંકી ફંડિગ મામલે NIA દ્વારા શ્રીનગર સહિત 12 જગ્યાએ દરોડા

આતંકી ફંડિગ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કડક કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે. બુધવારના રોજ એનઆઇએ દ્વારા 12 જગ્યા પર રેડ પાડવામાં આવી છે. એનઆઇએ દ્વારા શ્રીનગર, બારામૂલ્લા અને હંદવાડામાં 12 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. શ્રીનગરની બે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઇએ દ્વારા શ્રીનગરમાં પીરબાગ અને આલૂચીબાગમાં દરોડા પાડવામાં આવ્યા છે.

આ બંને જગ્યાએ બિઝનેસમેન લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદને  ફંડિગના આરોપ હેઠળ ઘણા અલગાવવાદી નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. એનઆઇએ ટીમ દ્વારા અંદાજે 20 દિવસ સુધી અલગાવવાદી નેતાઓની પુછપરછ કરવામાં આવી છે.

You might also like