બગદાદઃ ઇદ મનાવી રહેલા શિયાઓ પર આઇએસનો હુમલોઃ ૩પનાં મોત

બગદાદ: ઇરાકના પાટનગર બગદાદની ઉત્તરમાં શિયાઓના એક પવિત્ર સ્થળ પર ખોફનાક આતંકી સંગઠન આઇએસઆઇએસના આતંકીઓ દ્વારા કરવામાં આવેેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ૩પનાં મોત થયા છે અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઇરાકના સંરક્ષણ વિભાગના પ્રવકતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આત્મઘાતી હુમલામાં ગોળીઓ અને મોર્ટારનો છૂટથી ઉપયોગ થતાં સમગ્ર વિસ્તાર રીતસરનો સળગી ઊઠયો હતો. સંયુકત અભિયાન કમાન દ્વારા આજે જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે ગઇ કાલે મોડી રાત્રે થયેલા આ હુમલામાં ૩પનાં મોત થયાં છે ૬૦થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.
Iraq_blast
નિવેદનમાં જણાવાયું છે કે આતંકી સંગઠન આઇએસઆઇએસએ સૈયદ મહંમદ પવિત્ર સ્થળને પહેલાં મોર્ટારથી નિશાન બનાવ્યું હતું અને ત્યાર બાદ આત્મઘાતી હુમલાખોરોઅે જાતે ત્યાં પહોંચીને ઇદ ઉજવી રહેલા લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બે હુુમલાખોરોએ આ પવિત્ર સ્થળ નજીકના એક માર્કેટમાં વિસ્ફોટ કરીને સ્વયંને ફૂંકી માર્યા હતા. જ્યારે ત્રીજાે હુમલાખોર સ્વયંને વિસ્ફોટ દ્વારા ફૂંકી મારે તે પહેલાં સુરક્ષાદળોએ તેના પર ગોળીબાર કરીને તેને ઢાળી દીધો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન આઇએસઆઇએસએ સ્વીકારી છે. ત્રીજા હુમલાખોરના વિસ્ફોટક બેલ્ટને ડિફયુઝ કરી દેવામાં આવ્યો હતો.

આ હુમલો બગદાદની ઉત્તરમાં ૭૦ કિ.મી. દૂર બલાદ શહેરમાં થયો હતો. આ અગાઉ પાંચ દિવસ પૂર્વે બગદાદમાં જ એક આત્મઘાતી હુમલાખોરો મિની બસમાં સ્વયંને ફૂંકી માર્યો હતો. જેમાં ર૯ર લોકોના મોત થયાં હતાં.

તાઇવાનની રાજધાનીમાં ટ્રેનમાં વિસ્ફોટઃ ર૪ ઘાયલ
તાઇવાનના પાટનગર તાઇપેમાં ગુરુવારે મોડી રાત્રે એક ટ્રેનમાં વિસ્ફોટ થતાં ર૪ લોકો ઘાયલ થયા હતા. રાત્રે ૧૦-૦૦ વાગ્યાની આસપાસ થયેલા આ વિસ્ફોટમાં ટ્રેનમાં આગ લાગી હતી અને અંધારું છવાઇ ગયું હતું.

આ ટ્રેન તાઇપેમાં એક રેલવે સ્ટેશન તરફ જઇ રહી હતી. પૂર્વ નાણા પ્રધાન લીન ચુવાને જણાવ્યું હતું કે કોઇ બદઇરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હોવો જોઇએ અને અમે તેમાં તપાસ કરી રહ્યા છીએ. તપાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ઘટનાને નજરે નિહાળનારા લોકોએ જણાવ્યું હતું કે તેમણે એક શખ્સને કાળા રંગની કોઇ વસ્તુ લઇને ટ્રેનમાં જતો જોયો હતો. પોલીસ આ શખ્સની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.

You might also like