નગરોટામાં 2 અધિકારી સહીત સાત જવાન શહીદ : 7 ત્રાસવાદી ઠાર

જમ્મુ : જમ્મુ કાશ્મીરનાં નગરોટામાં મંગળવારે સવારે સેના યૂનિટ પર થયેલા આતંકવાદી હૂમલામાં 2 અધિકારીઓ સહિત 7 સૈનિકો શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા. સેનાના નોર્થન કમાન્ડનું નિવેદન બહાર પાડીને કહ્યું કે મંગળવારે સવારે હથિયારોથી લેસ આતંકવાદીઓએ પોલીસ વર્દીમાં સેનાના યૂનીટ પર હૂમલો કર્યો હતો. ઘટના સ્થળ પર બંધક સંકટ જેવી પરિસ્થિતી સર્જાઇ હતી.

સેનાએ જણાવ્યું કે પોલીસનાં ડ્રેસમાં રહેલા આતંકવાદીઓએ આર્મી રેસિડેન્સિમાં હૂમલો કર્યો હતો. આતંકવાદીઓ ફાયરિંગ કરતા અને ગ્રેનેડ ફેંકતા ઓફીસર્સ કોમ્પલેક્સમાં દાખળ થયા હતા. શરૂઆતી જવાબી કાર્યવાહીમાં એક અધિકારી અને ત્ણ જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ આતંકવાદીઓ બે બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા. જ્યાં તેઓએ અધિકારીઓનાં પરિવારને બંધક બનાવ્યો હતો.

ત્વરીત કાર્યવાહી કરતા તમામને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા. તેમાંથી 12 સૈનિક, બે મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. જો કે આ રેસક્યું દરમિયાન એક અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓના મડદા મળ્યા છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલું છે.

જમ્મુ – કાશ્મીરનાં નગરોટામાં મંગળવારે સવારે સૈન્યની એક ટુકહી પર હૂમલો કરનારા ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ હૂમલામાં સેનાનાં ત્રણ જવાનો શહીદ થઇ ગયા છે. આતંકવાદીઓએ તે ઉપરાંત ચમલિયાલ અને સાંબા વિસ્તારમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવી હતી. અહીં પણ સેનાએ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ હૂમલામાં બે જવાન ઘાયલ થયા છે.

નગરોટામાં સેનાનું મોટુ યુનીટ છે અને તે હાઇવેની નજીકમાં પણ છે. હૂમલા બાદ જમ્મુ શ્રીનગર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જિલ્લા તંત્રએ શાળા સ્કૂલોને પણ બંધ કરાવી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે હૂમલા યૂનિટની ખુબ જ નજીક થયો છે. આતંકવાદીઓનો પ્રયાસ આર્મી કેમ્પને નિશાન બનાવવાની હતી.

નગરોટાનો આ વિસ્તાર રણનીતીક રીતે ખુબ જ મહત્વનો છે. આ સેનાના 16 કોર હેડક્વાર્ટર એરિયા છે. રિપોર્ટનાં અનુસાર આતંકવાદીઓએ સેનાની ટુકડી પર પહેલાથી ગ્રેનેડ હૂમલો કર્યો હતો. ત્યાર બાદ ફાયરિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

નગરોટામાં આતંકવાદી હૂમલા ઉપરાંત બીએસએફના પેટ્રોલિંગ ટીમ પણ બેસીને ફાયરિંગ કરી રહી હતી. બીએસએફનાં અનુસાર ચમલિયાલ અને સાંબા વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. ત્યાર બાદ બીએસએફે આ વિસ્તારને ઘેરી લીધો હતો. બીએસએફ દ્વારા પડકારવામાં આવતા એક પંપ હાઉસમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું.

You might also like