બારમૂલામાં આતંકી હુમલો, 2 જવાનો સહિત 3 સુરક્ષાકર્મીના મોત

નવી દિલ્હીઃ  સ્વતંત્રતા દિવસના પર્વ પર જમ્મૂ-કશ્મીરના નૌહટ્ટામાં થયેલા આતંકિ હુમલા બાદ બારામૂલામાં એક મોટો હુમલો થયો છે. આ હુમલામાં સેનાના 2 જવાનો સહિત 3 સુરક્ષાકર્મીઓ શહિદ થયા છે. હાલ ત્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા લાદી દેવામાં આવી છે. તો આ તરફ પુલવામાં પણ ગ્રેનેડ હુમલાથી પાંચ પોલિસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે.

દક્ષિણ કાશ્મીરના પુલવા જિલ્લામાં મંગળવારે રાત્રે એક પોલીસ ચોકી પર આતંકિઓએ ગ્રેનેડ ફેક્યાં હતા. જેમાં પાંચ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાત્રે 8 વાગ્યેને 50 મિનિટે કાકાપુર પોલીસ ચોકી પર આતંકિઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

કાશ્મીર ઘાટીમાં ચાલી રહેલી હિંસા અને ઘુસણખોરીના વધી રહેલા પ્રયાસોને પગલે સેના પ્રમુખ જનરલ બલવીર સુહાગ જમ્મુ જવાના છે. પૂર્વ કમાન પ્રમુખ લેફ્ટિનેટ જનરલ પ્રવીણ બક્શી પણ બુધવારે જમ્મુ હાજર રહેશે. બક્શી આગામી સેના પ્રમુખ બને તેવી શક્યતા છે.

You might also like