ઉરીમાં આતંકી હુમલા પર પીએમની નિંદા, દોષિતોને છોડીશું નહીં

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં એલઓસીની પાસે આર્મી બ્રિગેડના હેડક્વાર્ટર પર આતંકવાદી હિમલો થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલો રવિવાર સવારે આશરે 5:30 વાગ્યે થયો હતો. સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. જાણકારી પ્રમાણે એનકાઉન્ટર દરમિયાન સેનાના 17 જવાન શહીદ થઇ ગયા છે, જ્યારે 4 આતંકવાદીઓનો ઠાર કરવામાં આવ્યો છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે દેશને આશ્વાસન આપવા માંગુ છું તે હુમલાની પાછળ દોષિતોને છોડવામાં આવશે નહીં. હુમલામાં શહીદ થયેલા જવાનોને અમે સેલ્યૂટ કરીએ છીએ. રાષ્ટ્ર
માટે કરવામાં આવેલી તેમની સેવા હંમેશા યાદ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે હુમલાના સમયે ડોગરા રેજીમેન્ટના જવાન એક તંબૂમાં સૂતા હતા., જેમાં વિસ્ફોટ થવાથી આગ લાગી ગઇ. સેનાના ટેન્ટ સુધી એ આગ પ્રસી ગઇ હતી.

આ વચ્ચે રક્ષા મંત્રી પર્રિકર અને સેના અધ્યજક્ષવ દલબીર સિંહ સુહાગ ઉરીની સફર કરશે. તો ગૃહ મંત્રીએ પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં ગૃહ મંત્રાલય અને રક્ષાના વરિષ્ઠ અધિકારી હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે હુમલામાં ઘૂસણખોરી કરીને આવેલા આતંકવાદીઓના સમૂહને અંજામ આપ્યો છે.

ઉરી સેક્ટરમાં જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં આવે છે. જાણકારી પ્રમાણે ઉત્તર કાશ્મીરમાં એલઓસીની પાસે આવેલ આર્મી બ્રિગેડ હેડક્વાર્ટરથી ફાયરિંગનો અવાજ આવે છ.ત્યાં ત્રણ ચાર આતંકીએ ઘૂસણખોરી કરવાના સમાચાર પ્રાપ્ત થયા છે.


આ પહેલા 10 11 સપ્ટેમ્બરે પૂંછમાં અલ્લાહપીર વિસ્તારમાં સેના અને આતંકીઓની વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થઇ ગયો હતો, જ્યારે એક સબ ઇનસ્પેક્ટર અને એક વ્યક્તિનું મોત થયું હતું. પુંછ ઉપરાંત નૌગામ સ્કેટરમાં પણ અથડામણ થઇ હતી, જેમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી કહેલા 7 આતંકીઓને સેનાએ માર માર્યો હતો. તેમની પાસેથી હથિયાર જપ્ત કરી લેવામાં આવ્યા હતાં.

You might also like