કાશ્મીરથી ત્રણ ગાડીઓમાં પંજાબની સીમામાં ઘૂસ્યા આતંકવાદી, ટાર્ગેટ દિલ્હી

નવી દિલ્હી: કેન્દ્રીય સપક્ષા એજન્સીઓએ પંજાબ અને દિલ્હીમાં આતંકી હુમલાને લઇને એલર્ટની જાહેરાત કરી છે. એજન્સીઓને ઇનપુટ મળ્યા છે કે જમ્મુ કાશ્મીરથી ત્રણ ગાડીઓમાં ભારે પ્રમાણમાં હથિયાર લઇને પંજાબની સરહદમાં ઘૂસ્યા છે અને હવે દિલ્હી તરફ જઇ રહ્યા છે.

ગુપ્ત એજન્સીઓ તરફથી ઇનપુટ મળતા જ પંજાબમાં એલર્ટ માટેની જાહેરાત કરી લીધી છે. દિલ્હીમાં પણ સુરક્ષા કડક કરવા જણાવી દેવાયું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પંજાબ પોલીસને મળેલા ઇનપુટમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રણ ગાડીઓમાં ત્રણથી ચાર આતંકવાદીઓ મુસાફરી કરી રહ્યા છે. તેમનો ટાર્ગેટ દિલ્હી છે. આ બધા જમ્મુ કાશ્મીરથી નિકળ્યા છે. પંજાબ પોલીસને વધારે એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે અને સાથે આદેશ આપવામાં આવ્યો છે કે સુરક્ષા વધારી દેવામાં આવે.

You might also like