આંતક વિરૂદ્ધ મોટુ ઓપરેશન, 12 શંકાસ્પદ ઝડપાયા

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતક વિરૂદ્ધ મોટુ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં જેશ-એ મોહમ્મદના 12 શંકાસ્પદ આંતકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાંથી 8 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના ચાર શંકાસ્પદોની ધરપકડ યૂપીના દેવબંદથી કરવામાં આવી છે.

આ શંકાસ્પદ આંતકવાદીઓ પાસે IED પણ પ્રાપ્ત થયા છે. ધરપકડ કરવામાં આવેલા શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે. સાથે જ આજુબાજુના વિસ્તારોમાં સ્પેશિયલ સેલનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસનું સ્પેશિયલ સેલ આંતકિયોના આ નેટવર્ક પાછળ છેલ્લાં એક મહિનાથી પડ્યું હતું અને શંકાસ્પદોની ઓળખ બાદ આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે.

You might also like