150 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં : અહેવાલ બાદ લશ્કર એલર્ટ

જમ્મુ : ભારતીય સીમાં ઘૂસણખોરીની તાકમાં નિયંત્રણ રેખા પાર લગભગ 150થી વધારે આતંકવાદીઓ બેઠા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી બાદ સેના એલર્ટ પર છે. અને નિયંત્રણ રેખા પર બારીક નજર રખાઇ રહી છે. સેનાને મળેલી ગુપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન સેનાના સંરક્ષણમાં છુપાયેલા આ આતંકવાદી 4-5 નાના જુથમાં વહેંચાઇ ગયા છે.

જે પૈકીનાં એક જુથને નૌગામમાં ઠાર કરવામાં આવ્યું હતું. જ્યારે ગામી થોડા અઠવાડીયા બાકી છે ત્યારે આતંકવાદીઓ ઘૂસણખોરીનાં પ્રયાસ કરી શકે છે. આતંકવાદીઓની ઘૂસણખોરીનાં ગત્ત પ્રયાસો સમયે પાકિસ્તાની સેના દ્વારા તેમને કવર ફાયર આપીને ઘૂસાડવામાં આવ્યા હતા. ઉપરાંત પાકિસ્તાની સેનાનાં ખાસ જુથે ગત્ત દિવસોમાં પોતાની બોર્ડર એક્શ ટીમ બેટ દ્વારા ભારતીય સૈનિકો પર હૂમલા કરાવ્યા હતા.

જો કે સૈનિકોએ 17-18 મેએ આવા જ એખ હૂમલાને નિષ્ફણ બનાવ્યો હતો. આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા તથા અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત કરવા માટે સેનાએ પોતાની એક બ્રિગેડને ખીણમાં મોકલી છે. ઉપરાંત દક્ષિણ કાશ્મીરમાં સૈનિકોની સંખ્યા વધારી દેવાઇ છે.

You might also like