સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેની તંગદિલી સમગ્ર દુનિયા માટે ખતરારૂપ

ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો આમ તો પહેલાંથી જ તણાવભર્યા હતા, પરંતુ અચાનક આ સંબંધો એટલી હદે વણસી ગયા કે તેની અસર સમગ્ર દુનિયામાં વર્તાવા લાગી. ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો વણસવાના પગલે અખાતી ક્ષેત્રથી લઇને અફઘાનિસ્તાન-પાકિસ્તાન સુધી જેહાદી ત્રાસવાદને નિયંત્રિત કરવાની સમગ્ર યોજના ઘોંચમાં પડી શકે છે અને બહે‌િરન જેવા શાંત દેશોમાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ ઊભી થઇ શકે તેમ છે. આ મામલાની શરૂઆત એક વિચિત્ર એંગલથી થઇ છે. બહુ ઓછા લોકો જાણે છે કે કટ્ટરવાદી સુન્ની પ્રદેશ સાઉદી અરેબિયાની ૧૦થી ૧પ ટકા વસ્તી શિયા છે અને જે પૂર્વીય પ્રાંતમાં આ વસ્તી કે‌િન્દ્રત છે ત્યાં દેશના મોટા મોટા તેલ ભંડાર પણ આવેલા છે.

ર૦૧૧-૧રમાં જ્યારે મોટા ભાગના અરબ દેશોમાં લોકતાંત્રિક જુવાળ જોવા મળ્યો ત્યારે શિયા ધાર્મિક નેતા શેખ ‌િનમ્ર બાકીર અલ ‌િનમ્રએ સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતમાં શિયા લઘુમતીઓ સહિત સમગ્ર સાઉદી જનતાના લોકતાંત્રિક અધિકારો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો. તેમના અનુયાયીઓ અને સ્વયં તેમના વિરુદ્ધ પોતાના દેશના સરકારી માળખા કે સુરક્ષાદળો વિરુદ્ધ કોઇ હિંસક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનો કોઇ પુરાવો નથી. તેમ છતાં આ વર્ષના આરંભમાં જ સાઉદી હકૂમતે ‌િનમ્ર અલ ‌િનમ્ર અને તેમના ત્રણ સાથીઓને ૪૩ અન્ય લોકો સાથે ફાંસી આપી દીધી. આ તમામ અલ કાયદાની નિકટ હોવાનું જાહેર કરવામાં આવ્યું, જોકે આ શિયા વિરોધી આતંકી સંગઠને દુનિયાભરમાં શિયા મસ્જિદો પર હુમલા કરાવ્યા છે અને વીણી વીણીને શિયા નેતાઓની હત્યા કરી છે.

શિયા ધર્મગ‌ુરુ શેખ નિમ્રને મૃત્યુદંડની સજા ફરમાવ્યા બાદ સાઉદી અરબ અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટરાગ આવી ગયો હતો.સાઉદી અરબના વિદેશ પ્રધાન અદેલ અલ જુબેરે જાહેરાત કરી હતી કે ઈરાન સાથેના તમામ સંબંધો અમે તોડી નાખીઅે છીઅે. તેમણે ઈરાની દૂતોને ૪૮ કલાકમાં સાઉદી અરબ ચાલ્યા જવા આદેશ આપ્યો હતો. શેખ નિમ્રની હત્યા બાદ તહેરાનની સાઉદી અેમ્બેસીમાં લાેકોઅે આગ લગાવી દીધી હતી.

સાઉદી અરબના પાટનગર રિયાધમાં ૫૬ વર્ષના ઈરાની ધર્મગુરુ શેખ ‌િનમ્રનું માથું વાઢી નાખી હત્યા કરી દેવામાં આવી હતી. તેમને સાઉદી અરબમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. તેઓ ૨૦૧૧માંં સાઉદી અરબમાં સરકાર િવરોધી આંદોલનોના મુખ્ય નેતા રહ્યા હતા. તેઓ અેવા ૪૭ લોકોમાં સામેલ હતા. આવા લોકો અલ કાયદાના હુમલામાં સામેલ હતા. જે અંગે સાઉદી અરબે જણાવ્યું કે અમે ઈરાન સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખીઅે છીઅે તેમજ અમે સાઉદી અરબમાં રહેતા ઈરાનના તમામ દૂતોને ૪૮ કલાકમાં જ તેમના દેશમાં પરત જવા આદેશ આપ્યો છે.

સાઉદી અેમ્બેસીમાં આગ લગાવવાના આરોપસર ૪૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાનના પ્રમુખ હસન નૂરાનીઅે જણાવ્યું હતું કે આવા દેખાવો અયોગ્ય છે. ઈરાનના સૌથી મોટા ધર્મગુરુ અાયાતોલ્લા ખાેમૈનીઅે શેખ નિમ્રની હત્યાને લઈને જણાવ્યું કે અલ્લા તેમને કદી માફ નહિ કરે. સાઉદી અરબમાં સુન્ની અને ઈરાનમાં શિયા શાસન અસ્તિત્વમાં છે.

ઇરાની હકૂમત સ્વયંને દુનિયાભરના શિયાઓના પ્રતિનિધિ માને છે એટલા માટે ઇરાનના ધાર્મિક-રાજકીય સુપ્રીમો આયાતોલ્લા ખોમૈની અને ત્યાંના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ હસન રુુહાનીએ સાઉદી અરેબિયાના આ કૃત્યની કડક નિંદા અને ટીકા કરી છે. ઇરાનના દેખાવકારોએ પોતાના વિરોધ દેખાવ દરમિયાન નિંદા અને આલોચનાથી આગળ વધીને તહેરાન અને મશહદ સ્થિત સાઉદી દૂતાવાસોને આગ ચાંપી દીધી હતી. સાઉદી સરકારે તેના વિરુદ્ધ પોતાની પ્રતિક્રિયા આપતાં ઇરાન સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા.

અત્રે નોંધનીય છે કે આ મામલો હવે માત્ર બે દેશો વચ્ચેના સંબંધો વણસવાનો રહ્યો નથી. અખાતી વિસ્તારના તમામ દેશોમાં શિયા અને સુન્નીની વસ્તી ક્યાંક ઓછી તો ક્યાંક વધારે છે, પરંતુ દરેક જગ્યાએ એકબીજા સાથે વણાયેલ છે.

અહીંનો એક પણ દેશ એવો નથી, જ્યાં બંનેમાંથી કોઇ એકને પણ ગેરહાજર માની લેવામાં આવે. ખાસ કરીને તેલ ભંડારોના કારણે બંને દેશો વચ્ચેના વણસેલા સંબંધોની અસર સમગ્ર દુનિયા પર ખાસ કરીને અર્થતંત્ર પર પડે તેમ હોઇ હવે સંયુક્ત રાષ્ટ્રસંઘના નેતૃત્વમાં સમગ્ર વિશ્વએ બંને દેશો વચ્ચે સ્થિતિ થાળે પાડવી જોઇએ.

You might also like