વલસાડ: PM નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

આગામી 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાકે એક દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે લોકસભા ચૂંટણીને લઇને સંગઠનના નેતાઓને માર્ગદર્શન આપશે.

પીએમ મોદી પ્રદેશ સંગઠનના નેતાઓ સાથે ડિનર ડિપ્લોમેસી પર ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીના પ્રવસને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. આ માટે વિશેષ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા કલેકટર, SP, મંત્રી ગણપત વસાવા સહિતના અધકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતશસહ સહિતના ભાજપના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. પીએમના આગામી કાર્યક્રમની તૈયારીઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23મીએ 600 કરોડની અસ્ટોલ સિંચાઈ યોજનાનું ભૂમિ પુજન કરવાના છે ત્યારે તંત્ર પણ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયું છે.

You might also like