ગયા રોડરેજ કેસમાં ટેની યાદવે કોર્ટમાં કર્યું સરેન્ડર

પટના : બિહારમાં ગયામાં આદિત્ય સચદેવા હત્યાકાંડનાં એક વધારે આરોપી ટેની યાદવે સોમવારે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેને 14 દિવસની ન્યાયીક હિરાસત માટે મોકલી દીધો છે. હત્યા બાદથી જ ટેની યાદવ ભાગેડું હતું. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જે સમયે રોડરેજ દરમિયાન આદિત્યને ગોળી મારવામાં આવી. તે સમયે રોકીની સાથે ગાડીમાં બેઠેલો ત્રીજો વ્યક્તિ ટેની યાદવ જ હતો.

જો કે ટેનીએ કહ્યું કે તે કારમાં નહોતો અને તેને આ અંગે કોઇ જ ખ્યાલ નથી. મળતી માહિતી અનુસાર ટેની, બિંદી યાદવનો સંબંધી છે. આ મુદ્દે પહેલા ફરાર તેવા રોકીની ધરપકડ માટે બિંદી યાદવની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ રોકીની માં અને જેડીયુ એમએલસી મનોરમા દેવીની પણ પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ રોકીની ધરપકડ થઇ હતી.

આ મુદ્દે અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે ગયામાં રોડ પર જઇ રહેલી બે ગાડીઓને સાઇડ આપવા બાબતે થયેલી બોલચાલીમાં રાજકીય રીતે વગદાર તેવા પરિવારનાં નબીરાએ એક છોકરાની રોડ પર જ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સમગ્ર મુદ્દો મીડિયામાં આવ્યા બાદ પરિસ્થિતી વણસી હતી.

You might also like