‘મળો એલેક્સિસ ઓલિમ્પિયા ઓહાનિયન જુનિયરને…’

ફ્લોરિડાઃ અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે પોતાની પુત્રીની પહેલી તસવીર સોશિયલ મીડિયામાં શેર કરતાં એક ઇમોશનલ મેસેજ લખ્યો છે. સેરેનાએ લખ્યું છેઃ મળો એલેક્સિસ ઓલિમ્પિયન ઓહાનિયન જુનિયરને…” આ તસવીરને ફક્ત ત્રણ કલાકમાં જ સાડા ચાર લાખ લાઇક્સ મળ્યા. સેરેનાએ પોતાની પુત્રીનું નામ પિતાના નામ પર જ રાખ્યું છે. સેરેનાના મંગેતરનું નામ એલેક્સિસ ઓહાનિયન છે અને તેની પુત્રીનું નામ એલેક્સિસ ઓલિમ્પિયા ઓહાનિયન રાખ્યું છે. ૩૫ વર્ષીય સેરેનાએ ગત ૧ સપ્ટેમ્બરે ફ્લોરિડામાં પુત્રીને જન્મ આપ્યો હતો. ૨૫ ગ્રાન્ડ સ્લેમ જીતનારી સેરેના ટેનિસના ઇતિહાસમાં પહેલાંથી જ પોતાનું નામ નોંધાવી ચૂકી છે, પરંતુ વર્ષ ૨૦૧૭ના જાન્યુઆરીમાં પ્રેગ્નન્ટ હોવા છતાં તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લીધો હતો.

You might also like