દસ વર્ષથી જૂનાં વાહનો કેટલું પ્રદૂષણ ફેલાવે છે તેનો અહેવાલ અાપો

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલનાં વાહનોના પ્રદૂષણ અંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ને તપાસ કરીને અહેવાલ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ અાપ્યો છે. દસ, વીસ અને ત્રીસ વર્ષ જૂનાં વાહનો કેટલું પ્રદૂષણ ફેલાવે છે તેની તપાસ માટે અારટીઅો અને પોલીસની મદદ લેવા માટે જીપીસીબીને હુકમ કર્યો છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ જીપીસીબીઅે પેટ્રોલ અને ડીઝલનાં વાહનોની તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને અગાઉ નિર્દેશ અાપ્યો હોવા છતાં મુદતો મળતી હતી.

હાઈકોર્ટમાં થયેલી ‌િરટ ‌િપ‌િટશનમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી અારટીઅોમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર કેટલાં રજિસ્ટર થયાં છે, વાહનો કેટલાં જૂનાં છે તેની માહિતી મગાવી હતી, તેમાં દસ વર્ષ જૂનાં ડીઝલ વાહનો અંગે લેવાયેલા પગલાંની વિગત માગવામાં અાવી હતી. ૨૧ અોગસ્ટ, ૨૦૧૫ સુધીમાં અહેવાલ રજૂ કરવા હાઈકોર્ટે કરેલા નિર્દેશ બાદ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કરેલ અહેવાલમાં ‌િફટ હોવાનું અને પ્રદૂષણ ન હોવાનો અહેવાલ અાપ્યો હતો.

હાઈકોર્ટ તેની સામે સખત નારાજગી દર્શાવતાં જણાવ્યું હતું કે ડીઝલ વાહનોમાં ટ્રકો અને બસો પણ અાવે છે, જે સૌથી વધુ હવામાં પ્રદૂષણ ફેલાવે છે. અામ છતાં રાજ્ય સરકારનો અહેવાલ નવાઈ પમાડે તેવો છે. હાઈકોર્ટે ટકોર બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સિ‌િનયર પર્યાવરણ વૈજ્ઞાનિક કે. સી. મિસ્ત્રીઅે સોગંદનામા પર વિસ્તૃત રજૂઅાત કરી ડિસેમ્બર-૨૦૧૫ સુધીની મુદત માગી હતી. સોગંદનામામાં જણાવ્યું હતું કે વાહનો દ્વારા હવામાં ફેલાતા પ્રદૂષણ અંગે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો પડે તેમ છે. અા માટે બોર્ડને અારટીઅો અને પોલીસ વિભાગની મદદથી સમગ્ર ડેટા ભેગા કરી તેની છણાવટ કરવી પડશે. સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટના ‌િડ‌િવઝન બેંચ એ‌િક્ટંગ ચીફ જ‌િસ્ટસ જયંત પટેલ અને જ‌િસ્ટસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ૫ ફેબ્રુઅારી, ૨૦૧૬ સુધીમાં પ્રદૂષણ અંગેના રિપોર્ટ રજૂ કરવા માટે ગુજરાત પોલ્યુશન બોર્ડને નિર્દેશ કર્યો છે.

You might also like