ગાંધીનગર પાસેનાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા અમદાવાદના દસ શખસ ઝડપાયા

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના કડજોદરા ગામની સીમમાં આવેલા એક ફાર્મહાઉસમાં જુગાર રમતા ૧૩ શખસની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા જુગારીઓમાં દસ જુગારીઓ અમદાવાદનાં રહેવાસી છે. પોલીસે રોકડ, મોબાઇલ ફોન અને વાહનો સહિત રૂ.૧૩.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર રખિયાલ પોલીસને બાતમી મળી હતી કે કડજોદરા પાસેના શારદાબા ફાર્મ હાઉસમાં કેટલાક લોકો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી બહાદુરસિંહ પરમાર, અસફાકઅલી કાઝી, રમેશ પાટીદાર, તનવીર આલમ રાજપૂત, અરવિંદ અભ્યંકર, કેતન પટેલ, ચંદ્રકાંત ગાંધી, સૈયદઅલી સૈયદ, કેતન દોશી, શૈલેશ નાયક, સતીષ પ્રજાપતી, મોંગીલાલ પ્રજાપતી અને રોશનલાલ સરોજની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧.૭પ લાખ, ૧ર મોબાઇલ ફોન, ૪ ગાડી, એક એક્ટિવા મળી કુલ રૂ.૧૩.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે વાસણિયા મહાદેવ મંદિર પાસે જાહેરમાં ચકી-ફુદીનો જુગાર રમતા છ શખસની ધરપકડ કરી હતી. પોલીસે રોકડા રૂપિયા સહિત રૂ.૬૩ હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી.

You might also like