‘દસ દિવસ તારા અને અગિયારમો દિવસ મારો’

અમદાવાદ: ગુજરાત એટીએસના ઇન્ચાર્જ આઇજી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ જે.કે. ભટ્ટ સહિત ચાર લોકો સામે મીરજાપુર ગ્રામ્ય કોર્ટે સમન્સ ઇશ્યૂ કરી હાજર રહેવા જણાવ્યું છે. અમદાવાદના એક જમીન દલાલ દ્વારા કોર્ટમાં કરાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે જે.કે. ભટ્ટ સહિત ચાર લોકોએ તેનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી રાખી ખંડણી માગી હતી. કોર્ટે આ મામલે ભટ્ટ સહિત ચાર લોકોને સમન્સ પાઠવ્યો છે અને આગામી ૩૦ માર્ચે સુનાવણી રાખી છે.

કોર્ટમાં કરેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ શહેરના જમીન દલાલ કૌશિક વાંકાણીએ જૂન ર૦૧૬માં વડોદરા શહેરની નજીક આવેલી એક જમીનના સોદાના રૂ.૮પ લાખ મામલે જીણાભાઇ દુધાત, રાકેશ દુધાત અને ઘનશ્યામ પૂરણિયાએ તેને ધમકી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે. કે. ભટ્ટ અને ઘનશ્યામ પૂરણિયા એક બીજાને ઓળખતાં હોઇ ૧૬ જૂન ર૦૧૬ના રોજ તેઓનું ડ્રાઇવ ઇન રોડ પરથી અપહરણ કરી ગાયકવાડ હવેલી ખાતે જેસીપી જે.કે. ભટ્ટની ઓફિસમાં લઇ જવાયા હતા. જ્યાં ભટ્ટે કૌશિકભાઇને જણાવ્યું હતું કે ‘દસ દિવસ તારા અને અગિયારમો દિવસ મારો’ તેમ કહી ધમકી આપી હતી. જીણાભાઇને પૈસા ચૂકવી દેજે તેમ જણાવ્યું હતું.

બાદમાં તેઓને ઘરે જવા દેવામાં આવ્યા હતા. આ મામલે કૌશિકભાઇએ આઠ દિવસ બાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાવતાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ૧૯ જુલાઇ ર૦૧૬ના રોજ તેઓનું નિવેદન નોંધી કોર્ટ ઇન્કવાયરી સોંપી હતી. ૧૦ જાન્યુઆરીના રોજ તપાસ પૂર્ણ થતાં કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કલમ ૩૬૩, ૩૬પ, ૩૬૮, ૩૮૬, પ૦૪, ૧ર૦ (બી), પ૦૬ (ર), ૧૬૬ અને ૪૪૧ મુજબ કાર્યવાહીનાે આદેશ આપ્યાે હતાે. આ મામલે ૪ ફેબ્રુઆરીના રોજ જે.કે. ભટ્ટ સહિત ચાર લોકો સામે સમન્સ ઇશ્ય્ૂ કરવામાં આવ્યાે છે અને વધુ સુનાવણી ૩૦ માર્ચના રોજ રાખવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like