ચોકલેટ પસંદ છે આ ભગવાનને, ચોકલેટની ભેટથી મળે છે વરદાન

728_90

પરંપરા પ્રમાણે મંદિરમાં ભગવાનના ચરણોમાં ભક્તો ફૂલ ચઢાવે છે અને પ્રસાદીના સ્વરૂપમાં લાડું કે મીઠાઇ અર્પણ કરે છે. પરંતુ એક મંદિર એવું છે કે જ્યાં ભગવાનને ચોકલેટનો ભોગ ચઢે છે. અહીં લોકો ભગવાન માટે લાવે છે ચોકલેટ.

કેરલના થેક્કન પલાની બાલસુબ્રમણ્યમ મંદિરમાં શ્રદ્ધાળુઓ ભગવાનને ચોકલેટ ચઢાવે છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાનનું નામ છે “મંચ મુરગન”.  વિવિધ જાતિ સમુદાય અને ધર્મના લોકો મુરગન ભગવાનના આર્શિવાદ પ્રાપ્ત કરવા માટે પ્રસાદ સ્વરૂપે ચોકલેટ ઘરે છે.

મંદિરના સત્તાધિશો તરફથી મળતી માહિતી મુજબ આ મંદિરમાં બાલમુરગનની પૂજા થાય છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે બાલ મુરગનને ચોકલેટ ખૂબ પસંદ છે અને ત્યારથી આ પરંપરાનો પ્રારંભ થયો છે. શરૂઆતમાં મંદિરમાં બાળકો ચોલેટ ચઢાવે છે. જ્યારે હવે અહીં દરેક ભક્તો ભગવાનને ચોકલેટ ઘરાવે છે. ભગવાનની પૂજા બાદ પ્રસાદમાં પણ ભગવાનને ચોકલેટ જ આપવામાં આવે છે.

 

You might also like
728_90