મંદિરમાંથી રૂ. પાંચ લાખનાં અાભૂષણ-રોકડની ચોરી

અમદાવાદ: કચ્છના માંડવી તાલુકામાં અાવેલા અાયુ માતાજીના મંદિરમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા પાંચ લાખનાં અાભૂષણ અને રોકડની ચોરી કરી હતી. માંડવી નજીક અાવેલા ડોણ ગામે અાયુ માતાજીના મંદિરમાં તસ્કરોએ તાળાં તોડી ચાંદીના છત્તર, તલવાર, મુગુટ, કંદોરો, ત્રિશૂલ સહિતનાં અાભૂષણ અને દાનપેટી તોડી નાખી તેમાંથી રોકડ રકમ સહિત રૂપિયા પાંચ લાખની મતાની ચોરી કરી હતી. બનાવની જાણ થતા પોલીસે એફએસએલ સાથે તાત્કાલિક પહોંચી જઈ સઘન તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like