મંદિરમાં લૂંટારા ત્રાટક્યાઃ પૂજારીની કરપીણ હત્યા

અમદાવાદ: પેટલાદ નજીક રંગાઈપુર ગામ પાસે ભવાનીપુરાની સીમમાં અાવેલ હનુમાનજીના મંદિરમાં લૂંટારુઓએ ત્રાટકી અાતંક મચાવી પૂજારીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતાં અા ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે.
અા અંગેની વિગત એવી છે કે પેટલાદના રંગાઈપુર ગામ નજીક સીમમાં અાવેલ હનુમાનજીના મંદિરમાં મોડી રાતે લૂંટારા ત્રાટક્યા હતા. મંદિરમાં સેવા-પૂજા કરતા અને બાજુમાં જ ઓરડીમાં રહેતાં પૂજારી રામ શરણાગતદાસે લૂંટારાઓનો સામનો કરતાં લૂંટારાઓએ ઉપરા-ઉપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પૂજારીની હત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ ડોગસ્ક્વોર્ડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી સઘન તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી હત્યારાઓનો કોઈ પગેરું મળ્યું નથી.

You might also like