પાકિસ્તાનમાં આ મંદિરો તોડીને બનાવાઇ છે મસ્જીદો !

હિન્દુસ્તાનમાં લાખો મંદિર અને ગુરુદ્વારાઓ છે તે છતાં અહીં કોઇ ઇસ્લામિક રાષ્ટ્રની સરખામણીમાં મસ્જીદોની સંખ્યા વધારે છે. ક્યારેક હિન્દુસ્તાનનો જ ભાગ રહેલા પાકિસ્તાનમાં હિન્દુઓની જે સ્થિતિ છે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે અહીંયા સેંકડો મંદિરો તોડીને તેની પર મસ્જીદો બનાવી દેવામાં આવી. સીમા પર આવેલા કેટલાક મંદિરોને તો પાકિસ્તાની સેના બંકરોના રૂપમાં ઉપયોગ કરી રહી છે.

કટાસરાજ મંદિર
આ મંદિર હિન્દુઓનાં પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે કારણ કે એવું કહેવામાં આવે છે કે અહીં શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. મહાભારત સમયમાં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન 4 વર્ષ અહીં પસાર કર્યા હતા. કટસરાજ સરોવરના કિનારે યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્નો કર્યા હતા જે ઇતિહાસમાં અમર સવાલ તરીકે નોંધાયા છે. આ સ્થળ લાહોરથી 270 કિલોમીટર દૂર આવેલું છે. ચકવાલ જિલ્લામાં આવેલા કટાસરાજ મંદિરમાં સ્વયંભૂ શિવલીંગ છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે તે આદિકાળથી અહીં છે. પાંડવોએ આ શિવલીંગની પૂજા કરી હતી. પરંતુ વર્તમાન સમયમાં આ મંદિર જર્જરીત સ્થિતિમાં છે.

temple-1હિંગળાજ માતાનું મંદિર
અનાદીકાળથી સૌથી વધારે ધાર્મિક માન્યતા પ્રાપ્ત કોઇ તીર્થસ્થળને હોય તો તે છે હિંગળાજ માતાનું મંદિર. ભારતીય ક્ષત્રિયોની કુળદેવીના રૂપમાં જાણીતા હિંગળાજ માતાનું મંદિર 52 શક્તિપીઠોમાંનું એક છે. એવું કહેવાય છે કે અહીં માતા શક્તિના માથાનો ભાગ પડ્યો હતો. બલોચિસ્તાનના લ્યારી જિલ્લામાં હિંગોળ નેશનલ પાર્કમાં હિંગોળ નદીના કિનારે આ મંદિર આવેલું છે. કરાચીથી 250 કિ.મી. દૂર છે. ભાગલા થયા બાદ અહીં આવનારા દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તે છતાં બલોચવાસીઓ માટે તેનું મહત્વપુર્ણ ઓછું નથી થયું. અહીં દર વર્ષે મેળો ભરાય છે જેમાં હિન્દુ અને મુસ્લીમ બંને આવે છે. મુસ્લિમ શ્રદ્ધાથી આ મંદિરને ‘નાનીનું મદિર’ અને ‘નાની કા હજ’ તરીકે ઓળખે છે. એવું કહેવાય છે કે ગુરુ નાનક દેવજી પણ અહીં દર્શન કરવા આવતા હતા.

temple 2ગૌરી મંદિર
પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં થારપારકર જિલ્લામાં આવેલ ગૌરી મંદિર પાકિસ્તાની હિન્દુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુઓ અહીં રહે છે. તેમને પાકિસ્તાનમાં થારી હિન્દુ તરીકે ઓળખવામાં આવે છે. થારપારકરમાં થારી હિન્દુઓની આબાદી 40 ટકા જેટલી છે. ગૌરી મંદિર મૂળ તો જૈન મંદિર છે પરંતુ હવે આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે. જૈન ધર્મના 23માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથની મૂર્તિને ત્યાંથી ખસેડીને મુંબઇ સ્થાપિત કરવામાં આવી છે. જે ગોદીજી પાર્શ્વનાથ તરીકે જાણીતા છે.

temple 3મરી સિન્ધુ મંદિર
મરી ઇન્ડસ નામથી જાણીતું આ મંદિર પહેલી સદીથી લઇને પાંચમી સદીની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. મરી તે વખતે ગાંધારનો હિસ્સો હતું. ચીની યાત્રી હ્વેનસાંગને પણ તે બાબતનો ઉલ્લેખ કર્યો છે કે આ વિસ્તારમાં હિન્દુ અને બૌદ્ધ મંદિરો સમાપ્ત થઇ રહ્યાં છે. ઇતિહાસકારોને અનુસાર આ મંદિર રાજપૂતો દ્વારા બનાવાયું હશે જેમણે અહીં શાસન કર્યું હતું. મરીના મંદિરો પ્રાચીન હોવાથી સાથે સ્થાપત્ય કળાનો અદભુત નમુનો પણ છે. જોકે પાકિસ્તાનમાં હોવાને કારણે તે ઉપેક્ષાનો શિકાર બન્યું છે તેથી હાલ જર્જરિત અવસ્થામાં છે.

temple 4શારદાપીઠ
શાસ્ત્રોને અનુસાર દેવી સતીનો જમણો હાથ હિમાલયમાં આવેલા કાશ્મીરના શારદા ગામમાં પડ્યો હતો. જોકે અહીંયા મંદિરનું નિર્માણ ક્યારે થયું હતુ તે અંગે કોઇ જાણકારી નથી. પરંતુ ભારતીય નિયંત્રણ રેખાથી માત્ર 17 મીલ દૂર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા શારદા ગામમાં મંદિરના નામે માત્ર ભગ્નાવશેષ જ બચ્યાં છે. શારદાપીઠનું મહત્વ એટલા માટે પણ છે કારણ કે તે 52 શક્તિપીઠોમાં નહીં પરંતુ 18 મહાશક્તિપીઠોમાંની એક છે. અહીં પૂજા પાઠ રોજ થાય છે. આ સ્થળ વિદ્યા સાધનાનું ઉત્તમ કેન્દ્ર હતું. શૈવ સંપ્રદાયના જનક કહેવાતા શંકરાચાર્ય અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક રામાનુજાચાર્ય બંને અહીં આવ્યા હતા અને આ બંનેએ મહત્વપુર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. પંજાબી ભાષાની ગુરુમુખી લિપિનો ઉદ્ધમ શારદા લિપિથી જ થાય છે.

You might also like