ભારતનું એક અનોખુ મંદિર જ્યાં પ્રસાદમાં મળે છે સોનાનાં ઘરેણા

અમદાવાદ : વિશ્વમાં તમે કેટલાય પ્રકારનાં મંદિરો અંગે સાંભળ્યું હશે અને મંદિરે દર્શન પણ કર્યા હશે. જો કે આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવીએ છી, જે અંગે કદાચ જ તમે સાંભળ્યું હશે. આ મંદિરને દર વર્ષે નોટોથી સજાવવામાં આવે છે. નોટોની સાથે સાથે આ મંદિરને કિંમતી ઘરેણાથી પણ સજાવવામાં આવે છે.

બીજુ તો ઠીક પરંતુ જ્યારે તમે મંદિરમાં દર્શને જાઓ છો ત્યારે પ્રસાદમાં મિશ્રી, માખણ, લાડુ, નારિયેળ અથવા કોઇ ખાવાની વસ્તુ જ મળે છે પરંતુ જાણીને નવાઇ લાગશે કે આ મંદિરમાં ભક્તોને પ્રસાદ સ્વરૂપે સોનાનાં આભૂષણો પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં આ પ્રકારનું આ એક જ મંદિર હશે.

આ વાત સાંભળીને તમારા મનમાં પણ જિજ્ઞાસા થઇ રહી હશે કે એવુ કયુ મંદિર છે જ્યાં પ્રસાદ એક રીતે સોનાના આભૂષણ આપવામાં આવે છે. આ મંદિર મધ્યપ્રદેશનાં રતલામ ખાતે છે જે મહાલક્ષ્મીજીનું મંદિર છે. આ મંદિરમાં લોકોને ઘણી આસ્થા છે. દિવાળી પ્રસંગે આ મંદિરની સજાવટ જોવા જેવી હોય છે.

સમગ્ર મંદિરને ભક્તો દ્વારા ચડાવાયેલી નોટો અને આભૂષણોથી જ સજાવવામાં આવે છે. દિવાળી પ્રસંગે ભક્તો મોટા પ્રમાણમાં અહીં દાન દક્ષિણા આપે છે અને તેમને દાન દક્ષિણાથી આવેલી નોટોથી મંદિરને સજાવવામાં આવે છે.અહીં ભક્તો દ્વારા સોનાના આભૂષણો પણ ભેટ ચડાવવામાં આવે છે. આ જ આભૂષણો દ્વારા લક્ષ્મીને સજાવવામાં આવે છે.

You might also like