તેલુગુ અભિનેત્રીએ રાજકોટમાંથી દત્તક લીધુ બાળક

રાજકોટ : રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ માતાની ગરજ સારે છે. અહીં દાયકાઓથી બાળકો દત્તક આપવામાં આવે છે. આજે સાઉથ અને કન્નડ ફિલ્મની અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ પાંચ માસનું બાળક દત્તક લીધું છે. ડિમ્પલ પોતાની માતા નયનાબહેન સાથે રાજકોટ આવી હતી અને તમામ કાયદાકીય વિધિ પતાવી સિંગલ મધર બની છે.

આ શુભ પ્રસંગે ડિમ્પલે પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું કે, બાળક પ્રાપ્ત કરવાનો આનંદ હું વર્ણવી શકુ તેમ નથી. એક ઉંમરે માતા બનવાનું દરેક સ્ત્રીને સ્વપ્ન હોય છે. હું પણ આ સ્વપ્ન પુરૂ કરવા ઇચ્છતી હતી. ઘણા સમય પહેલા ઓનલાઇન પ્રોસેસ કરી રાજકોટ બાલાશ્રમને જાણ રી હતી. જે આજે સાર્થક બની છે. આગામી 6 મહિના સુધી મોટા ભાગનો સમય બાળકને આપવાની નેમ પણ અભિનેત્રીએ વ્યક્ત કરી હતી.

ડિમ્પલનાં માતા નયનાબહેને કહ્યું કે, નાની બનવાનો આનંદ અલગ જ પ્રકારનો છે. મારી પુત્રીનાં આ પગલાથી હું ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું. અત્રે નોંધનીય છે કે બાલાશ્રમ વર્ષોથી ચાલકી એક સેવાભાવી સંસ્થા છે. આ આશ્રમની સુવાસ દેશ વિદેશમાં ફેલાયેલી છે. 1100 જેટલા બાળકો દત્તક અપાયા છે. જેમાં 350થી વધારે બાળકો વિદેશ દત્તક આપવામાં આવ્યા છે. હાલ પણ બાળકો દત્તક લેવાની પેન્ડિંગ અરજીઓ છે.

You might also like