ટેલિવિઝનના આ નાના પડદે થશે રેખાનું કમબેક….

સ્ટાર પ્લસના સિંગિંગ રિયાલિટી શો ‘દિલ હે હિન્દુસ્તાની’ એવો શો છે જેને જોઈને તમારામાં દેશભક્તિ માટે વધુ ભાવનાઓમાં જાગશે. પંજાબ રૈપર બાદશાહ, સુનિધિ ચૌહાણ અને પ્રીતમ, આ શો માં શામેલ થઈને કંટેસ્ટન્ટને જજ કરશે.

આ શો ની સૌથી મોટી ખબર સામે આવી રહી છે કે બોલીવુડની બેજોડ એક્ટ્રેસ રેખા આ શો માં સેલેબ્રિટી જજ તરીકે શામેલ થશે. મેકર્સના નજીકના સુત્રોએ જાણકારી આપી છે કે ત્રણ જજ સાથે તેમને શો માં સિતારાઓની ચમક માટે લેવામાં આવ્યા છે.

રેખાને બોલીવુડમાં તેમના અભિનય, ખુબસુરતીના મામલામાં રેખા આજકાલની દરેક એક્ટ્રેસને બરોબરની ટક્કર આપે છે. પોતાના પુરા કરિયરમાં એક્ટીંગ કરી ચુકેલી રેખાને મ્યુઝિક સાથે પણ ખુબ લગાવ છે.

રેખા પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી ચુકી છે. રેખાનું ‘ઈન આંખો કી મસ્તી’ ગીતને આજે પણ લોકો ખૂબ પસંદ કરે છે.

જણાવી દઈએ કે આ શો માં દર્શક ગ્લેમર અને મનોરંજનની ભરપુર ચમક જોવા મળશે. રેખા ઘણી વખત ‘સુપર ડાન્સર્સ’માં પણ નજરે પડી ચુકી છે.

 

You might also like