આલોકનાથને “વહુ”ની ભૂમિકા ભજવનાર આ એક્ટ્રેસનું સમર્થન, કહ્યું,”આ બધું બકવાસ છે”

આલોકનાથે ન તો માત્ર બોલીવુડ પરંતુ ટીવીની દુનિયામાં પણ પોતાનાં કેરેક્ટરથી લોકોનાં દિલમાં એક સંસ્કારી બાબુની જગ્યા બનાવી છે. આલોકનાથની આ છબિ ત્યારથી ધૂમિલ થવા લાગી હતી કે જ્યારથી તેઓની સાથે કામ કરી રહેલ પ્રોડ્યુસર વિંતા નંદાએ યૌન શોષણને આરોપ લગાવ્યો.

વિંતાએ સામે આવ્યા બાદ અન્ય બે અભિનેત્રીઓએ પણ તેઓની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક સારી એવી છબિ ધરાવનાર એવી એક્ટ્રેસ સંધ્યા મૃદુલ છે અને બીજી છે “હમ સાથ સાથ હે” ફિલ્મની કી ક્રૂ મેમ્બર. આ આરોપો બાદ આલોકનાથ એકલા પડતા નજરે આવી રહ્યાં છે ત્યારે તેઓનો સાથ આપવા તેઓની વહુ સામે આવી છે.

“સપના બાબુલ કા બિદાઇ” સીરિયલમાં આલોકનાથની વહુનું પાત્ર ભજવી ચૂકેલ એક્ટ્રેસ અશિતા ધવને આ દરેક આરોપોને જૂઠ્ઠા ગણાવ્યાં છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતા અશિતા ધવને કહ્યું કે,”આ બધું જ બકવાસ છે. જેમ કે એવું કહેવામાં આવી રહેલ છે કે 20 વર્ષ પહેલા આ બધુ થયું તો હવે આ મામલાને કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે?

આટલાં વર્ષો સુધી પીડિતાએ કેમ કોઇ જ સ્ટેન્ડ ના લીધું? મેં સંપૂર્ણ પોસ્ટ વાંચી છે. મને એ સમજમાં નથી આવી રહ્યું કે આલોકનાથને કારણ તેઓનું પ્રોડક્શન હાઉસ કેમ બંધ થઇ ગયું? સાચું શું છે એ તો મને નથી ખબર.

અશિતા ધવને જણાવ્યું કે,”જે મહિલા બીજાને બોલ્ડ અને મજબૂત હોવાની વાત કરે છે તે ખુદ આટલાં સમય સુધી કેમ ચૂપ રહી? જો આવું કંઇક થયું હતું તો તે જ વખતે સ્ટેન્ડ કેમ ના લીધું?

આ મામલાને તે જ સમયે કેમ ઉકેલવામાં ના આવ્યો અથવા તો પછી કોર્ટમાં આ મુદ્દાને ઉછાળવો જોઇએ પરંતુ તેઓએ આવું કેમ ન કર્યું. તે આ મુદ્દાને તે હવે કેમ ઉછાળી રહી છે? આવા લોકોને કારણ જ કદાચ #metoo કેમ્પેઇનવાળા કેસ સાઇડ લાઇનમાં ના થઇ જાય.”

તમને જણાવી દઇએ કે, અશિતા ધવને અંદાજે 6 વર્ષ સુધી આલોકનાથ સાથે કામ કરેલ છે. “સપના બાબુલ કા બિદાઇ”માં અશિતાએ માલતીનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં તે “નજર” ટીવી સીરિયલમાં કામ કરતી નજરે આવી રહી છે. જેમાં તે ચૈતાલી રાઠૌર નામનું પાત્ર ભજવી રહી છે. આ સીરિયલ ડાયન પર આધારિત છે.

You might also like