ટેલીનોરે પટનામાં શરૂ કરી 4G સેવા, 11 રૂપિયાથી શરૂ ડેટા પેક

દેશમાં 4જીની હવા ચાલી રહે છે, રીલાયન્સ જીયો તો મુખ્ય સમાચારોમાં છવાઈ ગયું છે. અને હવે પટનામાં ટેલીનોરે પોતાની 4જી સર્વિસ સેવા લોન્ચ કરી છે. કંપનીએ 11 રૂપિયાથી શરૂ થયા છે અને આ તેનો સુપર સેવર 4જી પ્લાન ગણાશે.

યુજર્સને ફ્રી 4જી સીમ અપગ્રેડ કરવાની તક આપવામાં આવશે અને સાથે જ તેમને 1 જીબી ડેટા સાથે 15 દિવસો સુધી ફ્રી ઇન્ટરનેટ સર્ફિંગ પણ આપવામાં આવશે.

ટેલીનોરે 97 રૂપિયાવાળું ડેટા પેક પણ રજૂ કર્યું છે જેના હેઠળ 1 જીબી ડેટા મળશે જેની વેલિડિટી 28 દિવસોની રહેશે. કંપનીનો દાવો છે કે એમાં કોઈ ટર્મ્સ એન્ડ કંડીશન નહિ હોય. 11 રૂપિયાના ડેટા પેકમાં 1 દિવસ માટે 100એમબી 4જી ડેટા મળશે.

You might also like